Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 28:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે હું તેની અંદર મરકી તથા તેની શેરીઓમાં ખૂનરેજી મોકલીશ, ઘાયલ થયેલાઓ તેમાં પડશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 હું તારે ત્યાં રોગચાળો મોકલીશ અને તારી શેરીઓમાં કત્લેઆમ ચલાવીશ. ચારે બાજુથી તારા પર આક્રમણ થશે અને તારાં માણસો માર્યા જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હું તારી અંદર મરકી તથા તારી શેરીઓમાં ખૂનામરકી મોકલીશ, હત્યા કરાયેલા તેમાં પડશે. જ્યારે તલવાર તારી વિરુદ્ધ ચારેબાજુથી આવશે, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હું તારા પર મરકી મોકલીશ. તારી શેરીઓમાં લોહી વહેશે. કારણ, જેઓની હત્યા થઇ છે તેઓ ત્યાં પડ્યા છે. પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 28:23
13 Iomraidhean Croise  

અને જ્યારે તેઓ તને પૂછશે કે, ‘અમે નીકળીને ક્યાં જઈએ?’ ત્યારે તું તેઓને કહે જે કે, યહોવા કહે છે કે, જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ; દુકાળને માટે નિર્માણ થયેલા છે તેઓ દુકાળ તરફ; અને બંદીવાન થવાને નિર્માણ થયેલા છે તેઓ બંદીવાન થવા જતા રહે.”


તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું તેની કોતરેલી મૂર્તિઓને શાસન આપીશ; અને તેના આખા દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.


એ માટે, હે મનુષ્યપુત્ર, તુ ભવિષ્ય કહે, ને તારા હાથથી તાળીઓ પાડ; અને પ્રાણઘાતક ઘા કરનારી તરવારને ત્રણગણી [તેજ] કર. એ તો મોટા માણસને પ્રાણઘાતક ઘા કરનારી તરવાર છે, એ તો તેમને ચોતરફથી ઘેરે છે.


[બળ] એકત્ર કરીને જમણી તરફ જા. સજ્જ થઈને ડાબી તરફ જા! જે તરફ તારું મુખ રાખેલું હોય તે તરફ [જા].


હું મોઆબનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું સખત ધમકીઓ સહિત તેમના પર મહાભારે વૈર વાળીશ અને જ્યારે હું મારું વૈર તેઓ પર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


તે માટે જો, મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે, ને હું લૂંટ કરવા માટે તને વિદેશીઓના હાથમાં સોંપી દઈશ. અને હું તને પ્રજાઓમાંથી નાબૂદ કરીશ, ને રાષ્ટ્રોમાંથી હું તારો વિનાશ કરીશ. હું તારો નાશ કરીશ. ત્યારે તું જાણશે કે હું યહોવા છું.”


તેની દીકરીઓ જે સીમમાં હશે તેઓ તરવારથી મારી જશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


મિસર પર તરવાર આવશે, ને જ્યારે કતલ થયેલાઓ મિસરમાં પડશે ત્યારે કૂશમાં ભારે દુ:ખ થશે. તેઓ [મિસર] ના જનસમૂહને પકડી લઈ જશે, ને તેના પાયા તોડી પાડવામાં આવશે.


ત્યાં ઉત્તરના સર્વ સરદારો તથા સિદોનીઓ છે, તેઓ કતલ થુયેલાઓની સાથે ઊતરી ગયા છે; તેમના પરાક્રમથી ભારે ત્રાસ ઉત્પન્ન થતો હતો તેમ છતાં તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે, ને કબરમાં ઊતરી જનારાઓની સાથે તેઓ લજ્જિત થયા છે.


વળી હું મરકીથી તથા ખૂનરેજીથી તેને શિક્ષા કરીશ; અને હું તેના ઉપર, તેનાં સૈન્ય ઉપર તથા તેની સાથેના ઘણી જાતના લોકો ઉપર પૂર લાવે એવો વરસાદ, મોટા કરા, અગ્નિ તથા ગંધક વરસાવીશ.


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ, ને તેઓ તને પરિવારહીન કરી નાખશે; અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે. ને હું તારા પર તરવાર લાવીશ; હું યહોવા એ બોલ્યો છું.”


Lean sinn:

Sanasan


Sanasan