Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 28:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે સિદોન, જો, હું તારી વિરુદ્ધ છું. હું તારામાં મહિમા પામીશ. અને હું તેનો ન્યાય કરીને શિક્ષા કરીશ, ને તેમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 ત્યાંના લોકોને કહે કે પ્રભુ પરમેશ્વર તમારે વિશે આ પ્રમાણે કહે છે: સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારી મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. તારા લોકોને સજા કરીને હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ, હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. કેમ કે હું તારામાં મારો મહિમા પામીશ, હું તેનો ન્યાય કરીને સજા કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું. હું તારામાં પવિત્ર મનાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેણીને કહે, ‘યહોવા મારા માલિક કહે છે: “‘હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારા સ્થાનમાં મારો મહિમા પ્રગટ કરીશ. તારામાં વસતા લોકોને સજા કરી હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 28:22
32 Iomraidhean Croise  

તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો,


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


અને જો, હું તો મિસરીઓનું હ્રદય હઠીલું કરીશ, ને તેઓ તેમની પાછળ ધસશે; અને હું ફારુન તથા તેનાં સર્વ સૈન્ય તથા તેના રથો તથા તેના સવારો પર મહિમા પામીશ.


અને જયારે ફારુન તથા તેના રથો તથા તેના સવારો પર હું મહિમા પામીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


અને મરિયમે તેઓને પ્રત્યુત્તર આપ્યો, “યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેમણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેમણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.


હે સિદોન, તું લજિજત થા, કેમ કે સમુદ્ર, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, “હું પ્રસવવેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.”


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.


સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, “અરે ઉદ્ધત, જો, હું તારી વિરુદ્ધ છું; કેમ કે તને શિક્ષા કરવાનો સમય, નિર્માણ થયેલો દિવસ આવ્યો છે.


હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.


અને ઇઝરાયલ દેશને કહે કે, યહોવા કહે છે કે, જો હું તારી વિરુદ્ધ છું, ને મારી તરવાર મ્યાનમાંથી તાણીને તારામાંથી ને માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, જો, હું તારી વિરુદ્ધ છું, ને જેમ સમુદ્રના મોજાં ચઢી આવે છે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચઢાવી લઈશ.


એ માટે જો, હું તારી વિરુદ્ધ તથા તારી નદીઓની વિરુદ્ધ છું. હું મિસર દેશને, મિગ્દોલથી સૈયેને સુધી, એટલે છેક કૂશ દેશની સરહદ સુધી, પૂરેપૂરો વેરાન તથા ઉજ્જડ કરી નાખીશ.


અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.


એવી રીતે હું મિસરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


અન્ય પ્રજાઓમાં તમે મારા મહાન નામને બટ્ટો લગાડ્યો છે, તેને હું પવિત્ર મનાવીશ. અને પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલ લોક ઉપર ચઢી આવશે. અને હે ગોગ, પાછલા દિવસોમાં હું તને મારા દેશ ઉપર ચઢાવી લાવીશ, જેથી સર્વ પ્રજાઓની નગર આગળ હું તારા વડે પવિત્ર મનાઈશ, અને ત્યારે તેઓ મને ઓળખશે.


હું મારું પોતાનું મહાત્મ્ય તથા પવિત્રતા વિદિત કરીશ, ને હું ઘણી પ્રજાઓની ર્દષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


પ્રભુ યહોવા કહે‌ છે કે, હે રોશ, મેશેખ તથા તુબાલના સરદાર ગોગ; જો, હું તારી વિરુદ્ધ છું.


દેશના સર્વ લોકો તેઓને દાટશે, પ્રભુ યહોવા કહે છે કે, હું મારો પોતાનો મહિમા પ્રગટ કરીશ તે દિવસે તે તેઓને માટે કીર્તિરૂપ થશે.


તેથી પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું, હા, હુંજ, તમારી વિરુદ્ધ છું; અને હું પ્રજાઓના જોતાં તમારા પર ન્યાયશાસનનો અમલ કરીશ.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, ને હું તારા રથોને બાળીને ભસ્મ કરીશ, ને તરવાર તારા જુવાન સિંહોનો ભક્ષ કરશે. હું તારો શિકાર પૃથ્વીમાંથી નષ્ટ કરીશ, ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી સંભળાશે નહિ.”


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, હું તારો ઘાઘરો તારા મોં આગળ ઉઘાડીશ, અને હું પ્રજાઓને તારી નગ્નતા, ને રાજ્યોને તારી લાજ દેખાડીશ.


Lean sinn:

Sanasan


Sanasan