Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 28:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તારા પુષ્કળ અન્યાયથી, તારા વેપારમાં દગો કરીને, તેં તારાં શુદ્ધસ્થાનોને ભ્રષ્ટ કર્યાં છે. એ માટે મેં તારામાં અગ્નિ પ્રગટાવ્યો છે, તેણે તને ભસ્મ કર્યો છે, ને તારા સર્વ પ્રેક્ષકોની નજરમાં મેં પૃથ્વી પર તને ભસ્મ કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તેં તારા વેપારધંધામાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે તારા પવિત્રસ્થાનોને પણ અપવિત્ર બનાવ્યાં છે. આથી મેં તૂર શહેરને આગ લગાડી અને તારા સર્વ પ્રેક્ષકોનાં દેખતાં તું બળીને ભસ્મીભૂત બની ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો પણ ષ્ટ થઇ ગયા. આથી, હે તૂર, મેં તને આગ ચાંપી અને તને બાળીને ભોંયભેગો કરી દીધો. આજે તને જોનારા સૌ કોઇ તને ભસ્મીભૂત થયેલો જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 28:18
17 Iomraidhean Croise  

કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે.


તારી ઉત્પત્તિના દિવસથી, તારામાં પુરાચાર માલૂમ પડ્યો ત્યાં સુધી, તારાં આચરણ સંપૂર્ણ હતાં.


તારા પુષ્કળ વેપાને લીધે તારું અંત:કરણ અન્યાયથી ભરપૂર થયું, ને તેં પાપ કર્યું છે; માટે મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પર્વત પરથી ફેંકી દીધો છે. અને, હે આચ્છાદાન કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


પછી એમાંથી ફરીથી કેટલાક તારે લેવા, ને તેમને અગ્નિમાં નાખીને બાળી દેવા, એમાંથી ઇઝરાયલની આખી પ્રજામાં અગ્નિ ફરી વળશે.”


પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.


પણ હું મોઆબ ઉપર અગ્નિ મોકલીશ, ને તે કરિયોથના મહેલોને ભસ્મ કરી નાખશે; અને મોઆબ હુલ્લડમાં, હોંકારાઓમાં તથા રણશિંગડાના અવાજમાં મરણ પામશે.


પણ હું યહૂદિયા પર અગ્નિ મોકલીશ, ને તે યરુશાલેમના મહેલોને ભસ્મ કરશે.”


જુઓ, પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે, ને તેના બળને સમુદ્રમાંનાખી દેશે; અને તે અગ્નિથી ભસ્મ થશે.


તમે દુષ્ટોને [તમારા] પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.


કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય?


અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.


એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે. અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્ચર સમર્થ છે.


ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો, ને મારી છાયા પર ભરોસો રાખો. પણ જો એમ ન બને, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં એરેજવૃક્ષોને બાળી નાખો.’


પણ જો [અમે વર્ત્યા] ન હો, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો, ને શખેમના માણસોનો તથા મિલ્લોનઅ ઘરનાંનો વિનાશ કરો. અને શખેમના માણસોમાંથી તથા મિલ્લોના ઘરમાંથી અગ્નિ નીકળો, ને અબીમેલેખનો વિનાશ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan