Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તૂરને કહે કે, હે સમુદ્રના બારા પર રહેનાર તથા ઘણા ટાપુઓના લોકોના સોદાગર, તને પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, તેં કહ્યું છે કે, હું સૌદર્યમાં સંપૂર્ણ છું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તૂર તો મોખરાનું બંદર છે અને સમુદ્રકિનારાની પ્રજાઓ સાથે વેપાર કરે છે. તેને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હે તૂર, તેં તારા સંપૂર્ણ સૌંદર્ય વિષે બડાઈ હાંકી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “‘હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:3
15 Iomraidhean Croise  

સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.


ગબાલ તથા આમ્મોન તથા અમાલેક, તૂરની વસતિ સહિત પલિસ્તીઓ [કરાર કરે છે] ;


તે વેપારીના વહાણ જેવી છે; તે દૂર દૂરથી પોતાનું અન્‍ન લાવે છે.


પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.


પણ તું પોતાના સૌદર્ય પર ભરોસો રાખીને તારી કિર્તીને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ ગઈ, ને પાસે થઈને જનાર દરેકની સાથે તેં વ્યભિચાર કર્યો.


તેઓ તારું દ્રવ્ય લૂંટી લેશે, ને તારી માલમતાનું હરણ કરશે. તેઓ તારા કોટ તોડી પાડશે, ને તારા સુંદર ઘરોનો નાશ કરશે. તેઓ તારા પથ્થરોને તથા તારા લક્કડને તથા તારી ધૂળને પાણીમાં નાખી દેશે.


પછી તેઓ તારે વિષે એક પરજિયો ગાઈને તને કહેશે. ‘તું એક પ્રખ્યાત નગરી હતી, તારામાં ખલાસીઓની વસતિ હતી, તું ને તારા રહેવાસીઓ સમુદ્ર પર પરાક્રમી હતા, તમણે તેમાં આવજા કરનાર સર્વ ઉપર પોતાનો ધાક બેસાડ્યો હતો. તારો કેવો વિનાશ થયો છે!’


તારી સરહદ સમુદ્રમાં છે, તારા બાંધનારાઓએ તને પૂરેપૂરું ખૂબીદાર બનાવ્યું છે.


કેમ કે તેના વ્યભિચાર [ને લીધે રેડાયેલા] કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.”


Lean sinn:

Sanasan


Sanasan