Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે. પૂર્વના વાયુએ સમુદ્રની વચ્ચે તને ભાંગી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પરંતુ હવે તારા કુશળ ખલાસીઓ તને ભરસમુદ્રમાં લઇ ગયા છે. તારું સમર્થ વહાણ પૂર્વના તોફાની પવનોમાં સપડાયું છે અને મધદરિયે તારા ભુક્કેભુક્કા ઉડાવી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:26
13 Iomraidhean Croise  

તમે પૂર્વના વાયુએ તાર્શિશનાં વહાણોને ભાંગી નાખો છો.


આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના [સરદાર] યહોવાના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર રાખશે. (સેલાહ)


હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે.


શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયાં છે; તેઓ કૂવાથંભ બરાબર સજજડ રાખી શકયા નહિ, તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.


પૂર્વના પવનથી વિખેરાઈ જતા હોય તેમ હું તેઓને શત્રુઓની આગળ વિખેરી નાખીશ; તેઓની વિપત્તિને દિવસે હું તેઓના મુખ નહિ, પણ પીઠ દેખાડીશ.”


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તને વસતિ વગરનાં નગરોની માફક ઉજ્જડ નગર કરીશ, જ્યારે હું તારા પર સમુદ્રને ફેરવી વાળીશ, ને મહા જળપ્રલય તને ઢાંકી દેશે,


તારું દ્રવ્ય, તારો સોદો, તારો માલ, તારા ખલાસીઓ, તારા સુકાનીઓ, તૂટફાટ, દુરસ્ત કરનારા તથા તારો માલ વેચવાસાટવા વાળા, તારી અંદરના તારા સર્વ સૈનિકો, તથા તારી અંદરનું તારું આખું મંડળ, તારા નાશને દિવસે સમુદ્રમાં ગરક થશે.


જ્યારે મોજાંઓએ ઊંડા પાણીમાં તને ભાંગી નાખ્યું ત્યારે તારો આખો માલ ને તારું આખું મંડળ તારી સાથે નાશ પામ્યાં.


તેઓ તને પાતાળમાં નાખશે; અને તું સમુદ્રમાં કતલ થયેલાઓનઅ જેવું મોત પામશે.


પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન [ઇશાની] નામનો તોફાની પવન છૂટયો.


બે પ્રવાહના સંગમની જગાએ આવી પડ્યાથી તેઓએ વહાણ છિતાવ્યું. અને નાળ અથડાઈને સજ્જડ ચોંટી બેઠી, પણ ડબૂસો મોજાંના જોરથી ભાંગી જવા લાગ્યો.


તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan