Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યહૂદિયા તથા ઇઝરાયલ દેશના લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, લાખ, મધ, તેલ તથા બોળ આપીને તારો માલ લેતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 યહૂદા અને ઇઝરાયલના લોકો પણ તારો માલ ખરીદતા અને બદલામાં તને ઘઉં, મધ અને ઓલિવ તેલ તથા ગૂગળ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “‘યહૂદા અને ઇસ્રાએલના લોકો તારો માલ ખરીદી બદલામાં તને ઘઉં, જૈતુન, મધ, લાખ, તેલ તથા સુગંધીત દ્રવ્યો આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:17
9 Iomraidhean Croise  

અને તેઓના પિતા ઇઝરાયલે તેઓને કહ્યું, “ત્યારે એમ હોય તો આમ કરો:આ દેશનાં કંઈ ઉત્તમ ફળ તમારાં વાસણમાં લેતા જાઓ, ને તે માણસને માટે ભેટ લઈ જાઓ એટલે થોડો ગૂગળ, થોડું મધ, થોડ તેજાના તથા બોળ તથા પિસ્તાં તથા બદામ.


મારા ચાકરો તે લબાનોન પરથી સમુદ્રકાંઠે ઉતારી લાવશે, અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ, ને ત્યાં [લાવીને] તે છોડી નંખાવીશ, પછી તમે તે ત્યાંથી લઈ જજો, અને તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”


હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનાર કરાઈઓને, વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર માપ જવ, વીસ હજાર બાથ (એટલે એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ તથા વીસ હજાર બાથ તેલ આપીશ.”


તેઓએ સલાટોને તથા સુતારોને પૈસા આપ્યા. વળી તેઓએ સિદોનીઓને તથા તૂરીઓને સીધુંસામાન તથા તેલ આપ્યાં, એ માટે કે ઇરાનના રાજા કોરેશની પરવાનગી પ્રમાણે લબાનોનથી સમુદ્રવાટે યાફા સુધી તેઓ એરેજકાષ્ટ લાવે.


ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?


હવે તૂરના તથા સિદોનના લોકો પર [હેરોદ] ઘણો કોપાયમાન થયો હતો. પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય ખવાસ બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સલાહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.


ગાયનું માખણ ને ઘેટીનું દૂધ, અને હલવાનની ચરબી અને બાશાનની ઓલાદના ઘેટા, તથા બકરા તથા ઘઉંના તાંદળાનું સત્વ; અને દ્રાક્ષાના લાલચોળ રસનો દ્રાક્ષારસ તેં પીધો,


ઘઉં તથા જવ, અને દ્રાક્ષો તથા અંજીરીઓ તથા દાડમોના દેશમાં; જૈતતેલ તથા મધના દેશમાં;


તેણે અરોએરથી મિન્‍નીથ સુધીનાં વીસ નગરનો, તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. એમ ઇઝરાયલી લોકોની આગળ આમ્મોનપુત્રો હારી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan