Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દેદાનના માણસો તારી સાથે વેપાર કરતા હતા. ઘણા ટાપુઓ તારા હાથ નીચે વેપાર કરતા હતા. તેઓ હાથીદાંત તથા અબનૂસનાં નજરાણાં તારે માટે લાવતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 રોદસના લોકો તારી સાથે વેપાર કરતા હતા. સમુદ્રતટના ઘણા દેશોના લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:15
13 Iomraidhean Croise  

અને કૂશના દિકરા : સબા તથા હવિલા તથા સાબ્તા તથા રામા તથા સાબ્તેકા; અને રામાના દિકરા : શબા તથા દદાન.


અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ એ દદાનના દિકરા હતા.


કેમ કે રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એક વાર તાર્શીશનો કાફલો સોનું, રુપું, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો.


ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના પુત્રો:તેને પેટે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, મિશ્બાક તથા શુઆ થયા. યોકશાનના પુત્રો:શબા તથા દદાન.


કુશના પુત્રો:સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો:શબા તથા દદાન.


કેમ કે રાજાના વહાણો હિરામના નવિકોની સાથે તાર્શીશ જતાં; દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનુરૂપું, હાથીદાંત, વાંદરાં તથા મોર લઈને આવતાં.


અરબસ્તાન વિષે ઈશ્વરવાણી હે દાનીઓના સંઘ, અરબસ્તાનમાંના જંગલમાં તમે ઊતરશો.


દદાન, તેમા, બૂઝ તથા જેઓની દાઢી બાજૂએથી મૂંડેલી છે તે સર્વ લોકો [ના રાજાઓ] ;


હે દદાનના રહેવાસીઓ, નાસો, પાછા ફરો, એકાંત જગામાં રહો; કેમ કે હું તેને જોઈ લઈશ, તે સમયે હું તેના પર એસાવની વિપત્તિ લાવીશ.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હું અદોમ પર મારો હાથ ઉગામીને તેમાંથી મનુષ્ય તથા પશુનો સંહાર કરીશ. હું તેમાનથી માંડીને તેને વેરાન કરી નાખીશ. હા, દેદાન સુધી લોકો તરવારથી માર્યા જશે.


દેદાન તારી સાથે સવારીના મૂલ્યવાન સાજનો, વેપાર કરતો હતો.


શેબા, દેદાન તથા તાર્શીશના વેપારિઓ, તેના સર્વ જુવાન સિંહો સહિત, તને કહેશે કે, ‘શું તું લૂંટ કરવા આવ્યો છે? શું પકડી જવાને, સોનુંરૂપું લૂંટી લેવાને, ને ભારે લૂંટ કરવાને તેં તારુ સૈન્ય એકઠું કર્યું છે?’


સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગના વસ્‍ત્ર; તથા સર્વ જાતનું સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોઢાની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ;


Lean sinn:

Sanasan


Sanasan