Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઈરાન, લૂદ તથા પૂટ તારા સૈન્યમાં તારા યોદ્ધાઓ તરીકે હતાં. તેઓએ તારી અંદર ઢાલ તથા ટોપ લટકાવ્યાં હતા; તેઓ તારી શોભા વધારતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઇરાન, લુદ અને પુટના માણસો તારા લશ્કરમાં યોદ્ધાઓ હતા. તેઓ તારા સૈનિકગૃહોમાં પોતાની ઢાલો અને ટોપાઓ લટકાવતા હતા. તેમને કારણે તારો વૈભવ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “‘તારા સૈન્યમાં પારસ, લૂદ અને પૂટના માણસો સૈનિકો તરીકે સેવાઓ આપતા હતા. તેઓ તારી ભીતો ઉપર ઢાલો અને ટોપો લટકાવતા હતા અને તારી શોભા વધારતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:10
15 Iomraidhean Croise  

અને લૂદીમ તથા અનામીમ તથા લહાબીમ તથા નોફતુહીમ,


શેમના દિકરા : એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ.


અને હામના દિકરા : ક્રૂશ તથા મિસરાઇમ તથા પૂટ તથા કનાન.


મિસરાઈમથી સુદીમ તથા અનામીમ લહાબીમ, નાફતુહીમ.


શેમના પુત્રો; એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉલ, હુલ ગેથેર તથા મેશેખ.


હામના પુત્રો:કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.


શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બૂરજ, જેમાં હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો, લટકાવેલી છે, તેના જેવી ઘાટીલી તારી ગરદન છે.


હું તેઓને એક ચિહ્ન દેખાડી આપીશ; તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ; [એટલે] તાર્શીશ, પૂલ તથા લૂદ, એ ધનુર્ધારરીઓની પાસે, તુબાલ તથા યાવાનની પાસે, દૂરના બેટો, જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી; તેમની પાસે મોકલીશ; અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


હે ઘોડાઓ, તમે દોડી આવો; અને, હે રથો, તમે ધૂમ મચાવો; અને શૂરવીરો આગળ આવે; ઢાલ ધરનારા હબશીઓ અને કુટીઓ તથા ધનુર્ધારરી લૂદીઓ બહાર આવે.


પછી તેઓ તારે વિષે એક પરજિયો ગાઈને તને કહેશે. ‘તું એક પ્રખ્યાત નગરી હતી, તારામાં ખલાસીઓની વસતિ હતી, તું ને તારા રહેવાસીઓ સમુદ્ર પર પરાક્રમી હતા, તમણે તેમાં આવજા કરનાર સર્વ ઉપર પોતાનો ધાક બેસાડ્યો હતો. તારો કેવો વિનાશ થયો છે!’


તારા કોટ પર ચોતરફ તારા સૈન્ય સાથે આર્વાદમા માણસો હતા, ગામાદીઓ તારા બુરજોમાં હતા. તેઓએ તારા કોટ પર ચોતરફ પોતાની ઢાલો લટકાવી હતી. તેઓએ તારું સૌદર્ય સંપૂર્ણ કર્યું છે.


કૂશ, પૂટ, લૂદ તથા સર્વ મિશ્ર લોકો, તથા કૂબ તેમ જ તેમની સાથે સંપીલા દેશના લોકો તેમની સાથે તરવારથી માર્યા જશે.


તથા તેમની સાથે ઈરાન, કૂશ તથા પૂટના સૈનિકો, એ સર્વ ઢાલડીઓ તથા ટોપસહિત છે.


પેરસ; એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે, ને તે માદીઓએ તથા ઇરાનીઓને આપવામાં આવ્યું છે.”


કૂશ તથા મિસર તેનું બળ હતું, તે અપાર હતું પૂટ તથા લૂબીઓ તારા મદદગારો હતા.


Lean sinn:

Sanasan


Sanasan