Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તને વસતિ વગરનાં નગરોની માફક ઉજ્જડ નગર કરીશ, જ્યારે હું તારા પર સમુદ્રને ફેરવી વાળીશ, ને મહા જળપ્રલય તને ઢાંકી દેશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તને વસ્તીહીન ખંડેર નગર જેવું ઉજ્જડ બનાવી દઈશ, અને તારા પર સમુદ્રનાં પાણી ફેરવી વાળીશ અને તને અગાધ પાણીમાં ઢાંકી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે, જ્યારે હું તને વસ્તી વગરનાં નગરોની માફક ઉજ્જડ કરીશ, જ્યારે હું તારી વિરુદ્ધ ઊંડાણોને ફેરવી વાળીશ, મહાજળાશય તને ઢાંકી દેશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, “જ્યારે હું તૂરને વેરાન અને નિર્જન બનાવી દઇશ અને સમુદ્રના તોફાની પાણી નીચે ડૂબાડી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:19
7 Iomraidhean Croise  

એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, જો, હું તારી વિરુદ્ધ છું, ને જેમ સમુદ્રના મોજાં ચઢી આવે છે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચઢાવી લઈશ.


તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે. પૂર્વના વાયુએ સમુદ્રની વચ્ચે તને ભાંગી નાખ્યું છે.


પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ યહોવા, તમે જાણો છો.”


આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક [ઘસી] આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને [રેલની જેમ સર્વત્ર] ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan