Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 25:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હું રાબ્બાહને ઊંટોને તબેલો, ને આમ્મોનીઓ [ના દેશ] ને ઘેટાંબકરાંને બેસવાની જગા કરી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હું રાબ્બા નગરને ઊંટવાડામાં ફેરવી નાખીશ અને સમગ્ર આમ્મોન દેશને ઘેટાંના વાડામાં બદલી નાખીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું રાબ્બા નગરને ઊંટોને ચરવાની જગ્યા કરીશ અને આમ્મોનીઓના દેશને ટોળાંઓને બેસવાની જગ્યા કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “‘હું રાબ્બાહ નગરને ઊંટોને ચરવાની જગ્યા બનાવીશ અને આમ્મોનીઓનો દેશ ઘેટાંબકરાંને ચરવાની જગ્યા થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 25:5
18 Iomraidhean Croise  

પછી યોઆબે આમ્મોનપુત્રોના રાબ્બા પર હલ્લો કરીને રાજધાનીનું નગર કબજે કર્યું.


જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ [ઘેટાંનાં] ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું આમ્મોનીઓના રાબ્બામાં યુદ્ધનો રણનાદ સંભળાવીશ! તે ઉજ્જડ ટેકરી થશે, ને તેની દીકરીઓને અગ્નિમાં બાળી નાખવામાં આવશે; અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે, એવું યહોવા કહે છે.


તુ તરવારને માટે આમ્મોનીઓના રાબ્બાહમાં તથા યહૂદિયામાં, એટલે કોટવાળા યરુશાલેમમાં, આવવાનો માર્ગ મુકરર કર.


હે ઇઝરાયલના સરદાર, પ્રાણઘાતક ઘા વાગેલા દુષ્ટ માણસ, આખરની શિક્ષાનો સમય તારે માટે આવી પહોંચ્યો છે.


તેને પાછી તેનાં મ્યાનમાં નાખ. તારી ઉત્પત્તિની જગાએ, તારી જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.


એમ હઝકિયેલ તમને ચિહ્‍નરૂપ થશે. જે સર્વ તેણે કર્યું છે તે પ્રમાણે તમે કરશો. જ્યારે એ થશે ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું.”


પ્રભુ યહોવા કહે છે, “મોઆબ તથા સેઈર કહે છે કે, જો, યહૂદિયાના લોક બીજી સર્વ પ્રજાઓના જેવા છે;


તેની દીકરીઓ જે સીમમાં હશે તેઓ તરવારથી મારી જશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


જ્યારે હું મિસરમાં આગ સળગાવીશ, ને તેના સર્વ મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું તને સદાને માટે વેરાન કરી નાખીશ, ને તારાં નગરોમાં વસતિ થશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


હું મારું પોતાનું મહાત્મ્ય તથા પવિત્રતા વિદિત કરીશ, ને હું ઘણી પ્રજાઓની ર્દષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


સમુદ્રકાંઠે બીડો થઈ જશે, ને ત્યાં ભરવાડોનાં ઝૂંપડાં તથા ઘેટાંબકરાંના વાડા થશે.


[કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમ્મોનપુત્રોના રાબ્બામાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ તથા તેની પહોળાઈ ચાર હાથ હતી.]


Lean sinn:

Sanasan


Sanasan