Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, ખૂની નગરને અફસોસ! હું પણ લાકડાંનો ઢગલો મોટો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “એ ખૂનીઓના નગરના દિવસો ભરાઈ ગયા છે. હું પોતે લાકડાંનો મોટો ઢગલો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: ખૂની નગરીને અફસોસ, હું લાકડાંનો મોટો ઢગલો પણ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “‘તેથી યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: હે યરૂશાલેમ, ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! હું પણ લાકડાનો મોટો ઢગલો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:9
20 Iomraidhean Croise  

કેમ કે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે! યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.


તેનો ખડક ભયને લીધે જતો રહેશે, ને તેના સરદારો ધ્વજાથી બીશે.” યહોવા, જેનો અગ્નિ સિયોનમાં, ને જેની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું કહેવું એમ છે.


“હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ રાખીને તારી વાણી પવિત્રસ્થાનો તરફ ઉચ્ચાર, ને ઇઝરાયલ દેશની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે;


અને ઇઝરાયલ દેશને કહે કે, યહોવા કહે છે કે, જો હું તારી વિરુદ્ધ છું, ને મારી તરવાર મ્યાનમાંથી તાણીને તારામાંથી ને માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.


“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે, શું તું ખૂની નગરનો ન્યાય કરશે? એમ હોય તો તેને તેનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.


એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે, તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે.”


લાકડાંનો ઢગલો વધારો, અગ્નિને ધિકાવો, માંસને બરાબર ઉકાળો, સેરવો જાડો કરો, ને હાડકાંને બળી જવા દો.


ટોળામાંથી એક ઉત્તમ ઘેટું લઈ પેલાં હાડકાં પણ તેની નીચે સિંચો. તેને સારી પેઠે ઉકાળો; હા, તેમાં તેનાં હાડકાંને બફાવા દો.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈની જેમ જેની અંદર મેલ છે, ને જેનો મેલ તેમાંથી નીકળી ગયો નથી, એવા ખૂની નગરને અફસોસ! ટુકડે ટુકડે તેને બહાર કાઢો, તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.


ખૂની નગરને અફસોસ! તે બધું જૂઠથી તથા મારફાડથી ભરપૂર છે. લૂંટફાટ કરવાનું તો [તેમાંથી] બંધ પડતું જ નથી.


જે જન રક્તપાત કરીને નગર બાંધે છે, નહે અન્યાયથી નગર વસાવે છે તેને અફસોસ!


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષાકુંડમાંથી બસો માઈલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહી નીકળ્યું.


મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાજ્યોનાં નગરો પડયાં. અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે, તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


Lean sinn:

Sanasan


Sanasan