Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 “હે મનુષ્યપુત્ર, જો, જે તારી આંખોને પ્રિય છે તે હું એકે સપાટે તારી પાસેથી લઈ લઉ છું; તોપણ તારે શોક કે વિલાપ કરવો નહિ, અને તારે આંસુઓ પાડવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 “હે મનુષ્યપુત્ર, હું તારી પ્રિયતમાને એક સપાટે છીનવી લેનાર છું. તોપણ તારે શોક કે વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાનાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 “હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:16
17 Iomraidhean Croise  

“આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે; મારા કણવા કરતાં મારો ઘા ભારે છે.


સાવધ રહે; રખેને ક્રોધ તને આડે માર્ગે દોરીને તને મજાક કરવાને લલચાવે, અને તારાં દુ:ખો ભારે હોવાથી તું આડે માર્ગે વળી જાય.


પ્રેમાળ હરણી તથા મનોહર મૃગલી [જેવી તે તને લાગો] , સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના જ પ્રેમમાં તું હંમેશાં ગરકાવ રહે.


હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે.


પણ જો તમે આ નહિ માનશો, તો તમારા ગર્વને લીધે મારો જીવ ગુપ્તમાં શોક કરશે; અને મારી આંખ બહુ રડશે, ને તેમાંથી ચોધાર આંસુઓ વહેશે, કેમ કે યહોવાનું ટોળું બંદીવાસમાં લઈ જવાયુમ છે.


યહોવા કહે છે કે, શોક [કરનાર] ના ઘરમાં પેસતો ના, ને રડારોળ કરવા માટે જતો ના, ને તેઓને લીધે વિલાપ કરતો ના; કેમ કે મેં આ લોકો પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.


મૂએલાને માટે ન રડો, તેને માટે શોક ન કરો; પણ જે [સ્વદેશમાંથી] જાય છે તેને માટે બહુ રડો; કેમ કે તે પાછો આવશે નહિ, ને પોતાની જન્મભૂમિને ફરી જોવા પામશે નહિ.


તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે, “તેને માટે, ‘ઓ મારા ભાઈ!’ અથવા ‘ઓ [મારી] બહેન!’ એવું બોલીને લોક રડાપીટ કરશે નહિ. અને ‘ઓ [મારા] સ્વામી!’ અથવા, ‘અરે તેની કેવી જાહોજલાલી!’ એવું બોલીને તેઓ તેને માટે રડાપીટ કરશે નહિ.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


તેઓ વહેલી આવે, ને આપણે માટે વિલાપ કરે કે, જેથી આપણી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે, ને આપણાં પોપચાંમાંથી પુષ્કળ પાણી વહી જાય.


પ્રભુને હાંક માર, હે સિયોનની દીકરીના કોટ, રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતને વિસામો ન દે; તારી આંખની કીકીને જંપવા ન દે.


“વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


આ પ્રમાણે મેં સવારમાં લોકોને કહ્યું, અને સાંજે મારી સ્ત્રી મરણ પામી.જેવી મને આજ્ઞા મળી હતી તે પ્રમાણે મેં બીજે દિવસે સવારે કર્યું.


જે માણસ પોતાના લોકો મધ્યે મુખ્ય [હોય] , તે પોતાને અભડાવીને અશુદ્ધ થાય નહિ.


પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan