Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “‘હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:13
30 Iomraidhean Croise  

મારા કાનોમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાએ કહ્યું, “ખરેખર, આ અન્યાયનું પ્રાયાશ્ચિત તમારા મરણ સુધી થશે નહિ; મેં પ્રભુ સૈન્યોના [ઈશ્વર] યહોવાએ એમ કહ્યું છે.”


વગડામાંના પર્વતો પર તારાં જારકર્મો તથા તારો ખોંખારો તથા તારા વ્યભિચારની બદફેલી એ તારાં ધિક્કારપાત્ર કર્મો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને હાય હાય! તું શુદ્ધ થવા ચાહતી નથી; તારી એવી હાલત હજી ક્યાં સુધી રહેવાની?”


ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


પણ તમે અમને છેક તજી દીધા છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.


એમ તારા પરનો મારો ક્રોધ હું શમાવીશ, મારી ઈર્ષા તારા પરથી દૂર થશે, મને શાંતિ વળશે, ને મારો રોષ શમી જશે.


“હે મનુષ્યપુત્ર, તેને કહે કે, તું તો નાપાક તથા ક્રોધને સમયે જેમાં વરસાદ ન વરસ્યો હોય એવો દેશ છે.


પછી તેને ખાલી કરીને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય, તેનું પિત્તળ તપી જાય, ને તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ બળી જાય.


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


એવી રીતે મારો કોપ પૂરો થશે, ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે; અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું.


માટે હું પણ કોપાયમાન થઈને શિક્ષા કરીશ, મારી આંખ દરગુજર કરશે નહિ, તેમ હું પણ દયા રાખીશ નહિ, અને તેઓ મોટે અવાજે મારા કાનમાં બૂમ પાડશે, તોપણ હું તેમનું સાંભળીશ નહિ.”


જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય, તથા સમરુનની દુષ્ટતા જાહેર થઈ; કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે. ચોર અંદર પેસે છે, ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે.


અને ધોયા પછી યાજક તે રોગ તપાસે. અને તે રોગ પસર્યો ન હોય, પણ તે રોગનો રંગ બદલાયો ન હોય, તો તે અશુદ્ધ છે. તારે તેને આગમાં બાળી નાખવું. ચાંદું અંદર હોય, કે બહાર હોય, પણ તે કોહવાડતો [કોઢ] છે.


અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે,


પ્રભુનું કહ્યું તેણે માન્યું નહિ. તેણે શિખામણ માની નહિ. તેણે યહોવા ઉપર વિશ્વાસ રાખ્યો નહિ. તે પોતાના ઈશ્વરની પાસે આવી નહિ.


મેં કહ્યું, નક્કી તું મારી બીક રાખીશ, તું શિખામણ માનીશ. અને તેથી મેં તેને વિષે જે સર્વ નિર્માણ કર્યું છે તે [પ્રમાણે] તેનું રહેઠાણ નષ્ટ થાય નહિ; પણ તેઓએ વહેલા ઊઠીને પોતાનાં સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”


પછી તેણે હાંક મારીને મને કહ્યું, “જો, ઉત્તર પ્રદેશ તરફ જનારાઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને શાંત પાડયો છે.”


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


જે અન્યાયી છે, તે હજુ અન્યાય કર્યા કરે! અને જે મલિન છે, તે હજુ મલિન થતો જાય! જે ન્યાયી છે, તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે! અને જે પવિત્ર છે, તે હજુ પવિત્ર થતો જાય.


Lean sinn:

Sanasan


Sanasan