Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી નવમાં વર્ષના દશમા માસની દશમીએ, યહોવાનું વચન મારી પાસે આવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 અમારા દેશનિકાલના નવમા વર્ષના દસમા માસના દસમા દિવસે પ્રભુનો સંદેશ મને મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોયાકીન રાજાને બંદીવાન થયાને નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે મને યહોવાની આ પ્રમાણે વાણી સંભળાઇ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:1
17 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા યહોયાખીન, તેની મા, તેના ચાકરો, તેના અમલદારો તથા તેના કરભારીઓ બાબિલના રાજા પાસે નીકળી આવ્યા. આબિલના રાજાએ પોતાની કારકિર્દીને આઠમે વર્ષૈ તેને પકડ્યો.


યહૂદિયાના રાજા સિદકિયાના નવમા વર્ષના દશમા માસમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તથા તેના સર્વ સૈન્યે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને તેને ઘેરો નાખ્યો.


સિદકિયાની કારકિર્દીના નવમાં વરસના દશમા માસને દશમે દિવસે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય યરુશાલેમ પર ચઢી આવ્યાં, ને તેઓએ તેને ઘેરો નાખ્યો, ને તેની સામે ચોતરફ મોરચા બાંધ્યાં.


યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, માસની પાચમીએ,


સાતમા વરસના પાંચમા માસની દશમીએ એવું બન્યું કે ઇઝરાયલના વડીલોમાંના કેટલાક યહોવાની સલાહ પૂછવા માટે આવીને મારી આગળ બેઠા.


તેઓ તમારી લંપટતાનો બદલો તમને આપશે, ને તમારી મૂર્તિપૂજા નાં ફળ તમારે ભોગવવાં પડશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું.


“હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ; બાબિલનો રાજા આજે યરુશાલેમની નજદીક આવી પહોંચ્યો છે.


અગિયારમે વર્ષે માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


દશમા વર્ષના દશમા માસ ની બારમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી સત્તાવીસમાં વર્ષના પહેલા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી અગિયારમાં વર્ષના ત્રીજા માસની પહેલીએ હોવાનું વચન મારી પાસે આવ્યું,


બારમાં વર્ષના બારમા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી બારમા વર્ષમાં ને માસની પંદરમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


અમારા બંદીવાસના બારમા વર્ષના દશમા માસની પાંચમીએ, યરુશાલેમમાંથી નાસી આવેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, “નગરનો નાશ કરવામાં આવ્યો છે.”


અમારા બંદીવાસને પચીસમે વર્ષે, તે વર્ષની શરૂઆતના માસની દશમીએ, એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમે વર્ષે, તે જ દિવસે, યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને ત્યાં લાવ્યા.


છઠ્ઠા વરસના છઠ્ઠા માસની પાંચમીએ, હું મારા ઘરમાં બેઠો હતો ને યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા, ત્યારે ત્યાં પ્રભુ યહોવાનો હાથ મારા પર પડ્યો.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


Lean sinn:

Sanasan


Sanasan