Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 એવી રીતે હું દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી સર્વ સ્ત્રીઓને તમારી લંપટતાનું અનુકરણ ન કરવાની શિખામણ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 એ રીતે હું આખા દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી બધી સ્ત્રીઓને તેમની જેમ વ્યભિચાર ન કરવાની ચેતવણી મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 હું દેશમાંથી શરમજનક કાર્યોનો અંત લાવીશ. જેથી બધી સ્ત્રીઓ શિસ્તમાં રહે અને તેઓ ગણિકાનું કાર્ય કરે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 આમ, સમગ્ર દેશમાંથી હું કામાચારનો અંત લાવીશ અને તમને બે બહેનોને જોઇને બધી સ્ત્રીઓ ચેતશે અને તમારી જેમ વ્યભિચાર નહિ કરે. કારણ કે વ્યભિચારનું અનુકરણ ન કરવાની શિખામણ તેમને મળશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:48
15 Iomraidhean Croise  

રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.


તેઓ તારા ઘરને આગ લગાડીને બાળી નાખશે, ને ઘણી સ્ત્રીઓના જોતાં તારો ન્યાય કરીને તને શિક્ષા કરશે. એમ હું તારું વ્યભિચાર કરવાનું બંધ કરીશ, ને વળી ત્યારપછી તું કંઈ વેતન પણ આપશે નહિ.


હું તને વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તને દેશેદેશ વેરણખેરણ કરી નાખીશ. અને હું તારી મલિનતા તારામાંથી નષ્ટ કરીશ.


એમ હું તારામાંથી તારી લંપટતાનો, ને મિસર દેશમાંથી લાવેલા તારા વ્યભિચારનો એવો અંત લાવીશ કે તું તારી નજર તેમના પર નાખશે નહિ ને મિસરનું સ્મરણ કદી કરશે નહિ.


તે લશ્કરની ટુકડી તેમને પથ્થરે મારશે, ને તરવારોથી તેમને પૂરી કરશે:તેઓ તેમનાં પુત્રોનો તથા પુત્રીઓનો સંહાર કરશે, ને તેમનાં ઘરો આગ લગાડીને બાળી નાખશે.


તેઓ તમારી લંપટતાનો બદલો તમને આપશે, ને તમારી મૂર્તિપૂજા નાં ફળ તમારે ભોગવવાં પડશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં, સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે; હું યહોવા એ બોલ્યો છું.


તમારા સર્વ નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી મૂકવામાં આવશે, અને ઉચ્ચસ્થાનોનો નાશ થશે, જેથી તમારી વેદીઓ વેરાન થઈને ઉજ્જડ થશે, ને તમારી મૂર્તિઓ ભાંગી નાખીને તેમનો અંત આવશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ કાપી નાખવામાં આવશે, ને તમારા બાંધકામોનો નાશ થશે.


મનુષ્યનો તેમ જ જાનવરનો હું સંહાર કરીશ. ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો, તેમ જ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ; અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે”


અને સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે, ને ફરીથી એવી કોઈ પણ દુષ્ટતા તારી મધ્યે કરશે નહિ.


જે નગરો યહોવા તારા ઈશ્વર અને ત્યાં વસવા માટે આપે છે તેઓમાંના કોઈ વિષે તું એવી વાત સાંભળે કે,


અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.


Lean sinn:

Sanasan


Sanasan