Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓમાંની મોટીનું નામ ઓહોલા હતું, ને તેની નાની બહેનનું નામ ઓહોલિબા હતું. તેઓ મારી થઈ, ને તેમને પુત્રો તથા પુત્રીઓ થયાં. તેઓના નામ આ છે. સમરૂન [નું નામ] ઓહોલા. ને યરુશાલેમ [નું નામ] ઓહોલિબા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓમાંની મોટી બહેનનું નામ ઓહોલાહ હતું અને નાની બહેનનું નામ ઓહોલીબાહ હતું. તેઓ બન્ને મારી થઈ અને તેઓને દીકરાઓ તથા દીકરીઓ થયાં. તેઓનાં નામોના અર્થ આ છે: ઓહોલાહનો અર્થ સમરુન અને ઓહોલીબાહનો અર્થ યરુશાલેમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:4
22 Iomraidhean Croise  

જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.


આ મંદિર પર, એટલે જે જગા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ રહેશે, તે પર તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે, તમારો સેવક આ સ્થાન તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.


વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


વળી તેણે તે બધાં કામ કર્યા પછી, મેં ધાર્યું કે, તે મારી તરફ ફરશે; પણ તે પાછી ફરી નહિ; અને તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાએ તે જોયું.


વળી મારાથી જે દીકરા તથા દીકરીઓ તને થયાં તેઓને લઈને તેં તેમની આગળ તેઓનો ભોગ આપ્યો. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા કે,


વળી તેઓ એક લશ્કરની ટુકડીને તારી સામે લઈ આવશે, ને તેઓ તને પથ્થરે મારશે, ને પોતાની તરવારોથી તને વીંધી નાખશે.


તારી મોટી બહેન સમરૂન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ડાબી બાજુએ રહે છે. અને તારે જમણે હાથે રહેનારી તારી નાની, બહેન તે સદોમ તથા તેની પુત્રીઓ છે.


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો; તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓનાં સ્તન દાબવામાં આવ્યાં. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલાઈ.


વળી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહિલા તથા ઓહોલિબાનો ન્યાય કરશે? એમ હોય તો તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓને કહી બતાવ.


પછી જેમ લોક વેશ્યાની પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, એવી રીતે તેઓએ તે છિનાળ સ્ત્રીઓ ઓહોલા તથા ઓહોલિબા સાથે શયન કર્યું.


ઓહોલા મારી થઈ, એમ છતાં તેણે વેશ્યાનો ધંધો આદર્યો. તે પોતાના યારો ઉપર, એટલે પોતાના પડોશી આશૂરીઓ કે,


તેથી તે જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે પરણ્યો; તેને ગર્ભ રહ્યો, ને તેને તેનાથી પુત્ર થયો.


તે પોતાના પ્રીતમોની પાછળ જશે, પણ તે તેઓને પકડી પાડશે નહિ; તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે, ‘હું ચાલીને મારા પહેલા ધણીની પાસે પાછી જઈશ; કેમ કે હમણાના કરતાં તે વખતે મને વધારે સુખ હતું.’


જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમ કે તારણ યહૂદીઓમાંથી છે.


એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan