Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 પ્રભુ યહોવા કહે છે કે, તારી બહેનનો પ્યાલો જે ઊંડો તથા મોટો છે તે તારે પીવો પડશે; તિરસ્કારસહિત તારી હાંસી થશે. ને તુચ્છકારસહિત તારું હાસ્ય થશે. તે [પ્યાલા] માં બહું માય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે; તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે તે પ્યાલામાં ઘણું સમાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 યહોવા મારા માલિકના આ વચન છે: “તારે તારી બહેનનો પ્યાલો પીવો પડશે, એ પ્યાલો ઉંચો છે અને ઊંડો છે. એ ઉપહાર અને મશ્કરીથી છલોછલ ભરેલો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:32
23 Iomraidhean Croise  

તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ, અને આ જે મંદિર મેં મારા નામને માટે પવિત્ર કર્યું છે તેને હું મારી‍ ર્દષ્ટિ આગળથી દૂર કરીશ; અને સર્વ લોક મધ્યે ઇઝરાયલ ર્દ્દષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે.


તમે અમને અમારા પડોશીઓની આગળ મહેણારૂપ, તથા આસપાસ રહેનારાઓની આગળ તિરસ્કાર તથા મશ્કરીરૂપ કરો છો.


તમે તમારા લોકોને કઠણ પ્રસંગો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પાયો છે.


તેઓએ તેઓનું રક્ત યરુશાલેમની આસપાસ પાણીની જેમ વહેવડાવ્યું છે; અને તેઓને દાટનાર કોઈ મળ્યો નહિ.


હે યરુશાલેમ, જાગૃત થા, જાગૃત થા, ઊભી થા. તેં યહોવાના હાથથી એના કોપનો પ્યાલો પીધો છે; તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


“તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે.


અરામની પુત્રીઓ તથા તેની આસપાસની સર્વ પલિસ્તિઓની પુત્રીઓ જેઓ ચોતરફ તને ધિક્કારે છે તેઓએ તારું અપમાન કર્યું તે વખતે તારી પુષ્ટતા પ્રગટ થઈ.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, તેં ઇઝરાયલના દેશની સામે તાળીઓ પાડી છે, ને ખુશી થઈને નાચી છે, ને તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષાને લીધે તું મનમાં ખુશી થઈ છે.


“હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, ‘વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતી તે ભાંગી ગઈ છે. તે તારી તરફ વળી છે. હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.’


ઇઝરાયલ લોકોનું વતન ઉજ્જડ થયું હતું તેને લીધે તું હર્ષ કરતો હતો, માટે એવી જ હાલત હું તારી કરીશ. હે સેઈર પર્વત, તું ઉજ્જડ થશે, ને આખું અદોમ પણ, હા, આખું [અદોમ ઉજ્જડ થશે] ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


એ માટે ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, તેઓએ તમને પાયમાલ કર્યા છે, ને તેઓ ચારે તરફથી અમને ગળી ગયા છે કે, તમે બાકી રહેલી પ્રજાઓનું વતન તઈ પડો ને તમે કૂથલી કરનારાની તથા નિંદકોની બત્રીસીએ ચઢ્યા છો.


વળી તારી આસપાસની પ્રજાઓમાં પાસે થઈને સર્વ જનારાની નજરમાં હું તને વેરાન તથા મહેણારૂપ કરીશ.


એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં, સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે; હું યહોવા એ બોલ્યો છું.


તેઓ પાછા આવે છે, પણ આકાશવાસી તરફ નહિ; તેઓ નિશાન ચૂકવે એવા ધનુષ્યના જેવા છે. તેઓના અમલદારો પોતાની જીભના જુસ્સાને લીધે તરવારથી માર્યા જશે:આને લીધે મિસર દેશમાં તેમની હાંસી થશે.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તોપણ હું પાછો ઊઠીશ; જો હું અંધારામાં બેસું, તોપણ યહોવા મને [ત્યાં] અજવાળારૂપ થશે.


અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તને લઈ જશે તેઓ મધ્યે તું આશ્રર્યરૂપ તથા મજાકરૂપ તથા મશ્કરીરૂપ થઈ પડશે.


મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાજ્યોનાં નગરો પડયાં. અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે, તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે.


જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!


Lean sinn:

Sanasan


Sanasan