હઝકિયેલ 23:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તેં વંઠી જઈને વિદેશીઓનું અનુકરણ કર્યું છે તેને લીધે, ને તું તેઓની મૂર્તિઓથી ભ્રષ્ટ થઈ છે માટે એ દુ:ખો તારા પર ગુજારવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 અન્ય પ્રજાઓની સાથે સાથે તું પણ વ્યભિચારી બની; એટલે કે તેમની મૂર્તિઓથી તારી જાતને ભ્રષ્ટ કરી છે, તેથી એ બધું તારા પર વીતવાનું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેં ગણિકા જેવું કાર્ય કર્યું છે, પ્રજાઓની પાછળ જઈને તેમની પ્રેમીકા થઈ છે અને તેઓની મૂર્તિઓથી તેં પોતાને અપવિત્ર કરી છે, માટે આ સર્વ દુઃખો તારા પર લાવવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ30 તેં બીજી પ્રજાઓના દેવોની પૂજા કરી અને તેઓની મૂર્તિઓથી તે પોતાને અપવિત્ર કરી છે માટે આ સર્વ વિપત્તિઓ તારા પર લાવવામાં આવશે. Faic an caibideil |
તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.