Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એટલે બાબિલવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદને, શોઆને તથા કોઆને, [ને] તેમની સાથે સર્વ આશૂરીઓને, એ સર્વ મનમોહક જુવાન સૂબાઓ તથા અમલદારો, એ સર્વ ઘોડેસવાર સરદારો તથા મંત્રીઓને [લાવીશ].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 હું સર્વ બેબિલોનવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદ, શોઆ અને કોઆના વતનીઓને અને તેમની સાથે સર્વ આશ્શૂરીઓને લાવીશ. વળી, સુંદર જુવાનો, રાજ્યપાલો, સેનાનાયકો, અમલદારો અને ઘોડેસવારોને લઈ આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એટલે હું બધા બાબિલવાસીઓને તથા બધા ખાલદીવાસીઓને પેકોદને, શોઆને તથા કોઆને તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા ખૂબસૂરત જુવાનોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને, ઘોડેસવારોને તથા મંત્રીઓને ભેગા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હું બધા બાબિલવાસીઓને અને ખાલદીવાસીઓને તથા પકોદ, શોઆને અને કોઆના માણસોને, તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા રૂપાળા જુવાનોને, રાજ્યપાલોને અને ઉમરાવોને, રથના સારથીઓને અને ઘોડેસવારોને ભેગા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:23
16 Iomraidhean Croise  

અને ત્રીજી નદીનું નામ હીદેકેલ, તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે,


અને હવીલાથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા; અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.


યહોવા પોતાના સેવક પ્રબોધક હસ્તક પોતાનું જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કારદીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મોઆબીઓની ટોળીઓ તથા આમોનપુત્રોની ટોળીઓ મોકલી. તેમણે તે યુહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે મોકલી.


તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.


મેરાથાઇમ દેશ પર, હા, તે જ દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


તે પોતાના પડોશી આશૂરીઓ કે જેઓ સૂબા તથા અમલદારો હતા, ને જેઓ સર્વ અતિ ભપકાદાર પોશાક પહેરનારા મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા, તેમના પર આશક થઈ.


તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે,


તે માટે, હે ઓહોલિબા, પ્રભુ યહોવા કહે છે કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તે સર્વને હું તારી સામે ખડા કરીશ, ને હું તેઓને ચારે તરફથી તારી સામે લાવીશ.


જેઓ જાંબૂડિયાં વસ્ત્ર પહેરનારા, સૂબાઓ તથા અમલદારો હતા, ને જેઓ સર્વ મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા તેમના પર આશક થઈ.


ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈ રહ્યો, અને ત્યાંથી તેનો પિતા મરણ પામ્યો ત્યાર પછી એ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan