Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તોપણ મિસર દેશમાં પોતાની જુવાનીના વખતમાં તેને વ્યભિચાર કર્યો હતો તેને યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તોપણ ઇજિપ્ત દેશમાં પોતાની યૌવનાવસ્થા દરમ્યાન આદરેલી વૈશ્યાગીરીને સંભારીને તે વિશેષ વ્યભિચાર કરતી રહી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પછી તેણે મિસર દેશમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો હતો, તે દિવસો યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તે વારાંગનાવૃત્તિમાં આગળને આગળ વધતી ગઇ, અને પોતે જુવાન હતી ત્યારે મિસરમાં જેમ વારાંગનાવૃત્તિ કરતી હતી તેમ કરવા લાગી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:19
13 Iomraidhean Croise  

અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”


તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચારો કરતી વખતે તેં તારી યુવાવસ્થાના દિવસો કે, જ્યારે તું નગ્ન તથા ઉઘાડી હતી ને પોતાના લોહીમાં આળોટતી હતી, તે દિવસોનું સ્મરણ કર્યું નથી.


રસ્તાના દરેક મથક આગળ તેં પોતાનો ચોતરો બાંધ્યો છે, ને પોતાના સૌદર્યને કંટાળો આવે એવું કરી નાખ્યું છે, ને પાસે થઈને જનાર દરેક જનની આગળ પોતાના પગ પહોળા કરીને તારો વ્યભિચાર વધારી દીધો છે.


વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો છે; તેમ છતાં તને એથી તૃપ્તિ થઈ નહિ.


સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં [તારા પ્રમાણમાં] તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.


મેં તેઓને કહ્યું, તમ સર્વ તમારી ર્દષ્ટિને જે પ્રિય, [પણ] ધિક્કારપાત્ર વસ્તુઓ છે, તેઓને ફેંકી દો, ને મિસરની મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.


તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે,


એમ તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો, ને પોતાની નગ્નતા ઉઘાડી કરી; ત્યારે જેમ મારું મન તેની બહેન પરથી ઊઠી ગયું તેમ તેના પરથી ઊઠી ગયું.


તેના પોતાના આશકો જેમની કાયા ગધેડાની કાયા જેવી છે, ને જેમનું બીજ ઘોડાના બીજ જેવું છે, તેમના પર તે મોહિત થઈ.


એમ, તારી યુવાવસ્થાનાં સ્તનોની ડીંટડીઓ મિસરીઓએ છોલી તે વખતની લંપટતાનું તેં પુનરાવર્તન કર્યું.


તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો; તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓનાં સ્તન દાબવામાં આવ્યાં. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલાઈ.


મિસર [માંથી નીકળી] ત્યારથી તેણે પોતાના વ્યભિચારનો ત્યાગ કર્યો નથી; કેમ કે તેની યુવાવસ્થામાં તેઓએ તેની સાથે શયન કરીને તેમની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલી; તેઓએ તેની સાથે મનમાન્યો વ્યભિચાર કર્યો.


“બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો.


Lean sinn:

Sanasan


Sanasan