Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તારી અંદર ચાડિયા રકત વહેવડાવનાર થઈ ગયા છે; અને તારી અંદર લોકોએ પર્વતો પર ભોજન કર્યા છે. તારામાં તેઓએ લંપટપણું કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તમારામાં કેટલાક બીજાઓની હત્યા કરવા માટે તેમના ઉપર ખોટા આક્ષેપ મૂકે છે, કેટલાક મૂર્તિઓને ચડાવેલ બલિ ખાય છે, કેટલાક હંમેશા લંપટતા આચરે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તારી મધ્યે ચાડિયા લોહી વહેવડાવનારા થયા છે, તેઓ પર્વત પર ખાય છે. તેઓ તારી મધ્યે જાતીય પાપો આચરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તારે ત્યાં લોકો ખોટી અફવાઓ ફેલાવે છે અને ખૂનો કરાવે છે, પર્વત પરના થાનકોએ જઇને બલિદાનો અર્પણ કરે છે. “‘તારે ત્યાં લોકો જાતિય પાપો આચરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:9
35 Iomraidhean Croise  

જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.


તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે.


તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.


“તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.


જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.


કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.


કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.


તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.


“તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


તમે કતલ કરેલાઓની સંખ્યા નગરમાં વધારી દીધી છે, ને કતલ થયેલાઓથી તમે તેની શેરીઓ ભરી દીધી છે.


તેં તારી જુવાનીના દિવસોનું સ્મરણ ન કરતાં, આ બધી બાબતોમાં મને ચીડ ચઢાવી છે, એ માટે, જો, પ્રભુ યહોવા કહે છે કે, હું પણ તારાં આચરણોનો બદલો તને આપીશ. તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત [આ] લંપટપણું તેં નથી કર્યું?


ને ઉપર કહેલી [ફરજો] માંથી કોઈ પણ ફરજ અદા કરનારો ન હોય, પણ તેણે પર્વતો પર ભોજન કર્યુ હોય તથા પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી હોય,


જેણે પર્વતો પર ભોજન કર્યુ ન હોય, તેમ જ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ પોતાની નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય,


જેણે પર્વતો પર ભોજન કર્યું નહિ હોય, તેમ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ નજર કરી નહિ હોય, તેમ પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, ને રજસ્વલા સ્ત્રીની અડાસે ગયો નહિ હોય;


તેઓ તારા પર પોતાનું વૈર લેશે, ને તારી સર્વ મહેનતના ફળ નું હરણ કરશે, ને તેને નગ્ન તથા ઉઘાડી કરી મૂકશે. અને તારા વ્યભિચારની નગ્નતા, [એટલે] તારી લંપટતા તથા તારો વ્યભિચાર બન્ને ઉઘાડાં થશે.


તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ.


તેઓ ખાશે, પણ ધરાશે નહિ; તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વિસ્તાર વધશે નહિ; કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે.


તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ; કેમ કે [પુરુષો] પોતે છિનાળોને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે; અને અજ્ઞાન લોકો પાયમાલ થશે.


સોગન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી, ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે, ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે.


જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.


તેઓ સર્વ વ્યભિચારીઓ છે; ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી જેવા તેઓ છે; લોટના લોંદાને મસળે ત્યારથી તે તેને ખમીર ચઢે ત્યાં સુધી [અગ્નિને] સંકોરવાનું તે બંધ કરે છે.


ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;


તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી.


કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલૂમ પડ્યો છે.


તેથી મેં મારી ઉપપત્નીને લઈ તેને કાપીને ટુકડા કરીને ઇઝરાયલને મળેલા વારસાના આખા દેશમાં તે મોકલી દીધા; કેમ કે તેઓએ ઇઝરાયલ મધ્યે લંપટપણું તથા મૂર્ખાઈ ભરેલું કામ કર્યું છે.


જુઓ, આજે ગુફામાં યહોવાએ કેવા તમને મારા હાથમાં સોંપ્યા હતા તે તમે તમારી નજરે જોયું છે: કેટલાકે તમને મારી નાખવાનું મને કહ્યું; પણ [મેં] તમને જીવતદાન આપ્યું. મેં કહ્યું કે, હું મારા મુરબ્બી પર મારો હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.


Lean sinn:

Sanasan


Sanasan