Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તારે કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે પોતાનો કાળ લાવવા માટે પોતાની મધ્યે રક્ત વહેવડાવનાર, ને પોતાને ભ્રષ્ટ કરવા માટે મૂર્તિઓ બનાવીને પોતાનું નુકસાન કરનાર નગર!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 નગરને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેં તારા પોતાના ઘણા લોકોની હત્યા કરી છે અને તેં મૂર્તિઓ બનાવીને તેમની પૂજા દ્વારા તારી જાતને ભ્રષ્ટ કરી છે. હવે તારો વિનાશ આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારે કહેવું કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: હે પોતાનો કાળ લાવવા સારુ પોતાની મધ્યે લોહી વહેવડાવનાર, પોતાને અશુદ્ધ કરવા મૂર્તિઓ બનાવનાર નગર!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે નગરને જણાવ કે, ‘યહોવા મારા માલિક તમને કહે છે: પોતાની મધ્યે ઘણાં લોકોનાં ખૂન કર્યા છે અને મૂર્તિઓની પૂજા કરીને પોતાને ષ્ટ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:3
22 Iomraidhean Croise  

મનાશ્શાએ પોતાના તમામ કૃત્યો વડે જે પાપો કર્યા હતાં તેને લીધે, તથા જે નિર્દિસ રક્ત હવેવડાવ્યું હતુ તેને લીધે તેઓને પોતાની નજર આગળથી દૂર કરવા માટે, યહોવાના હુકમથી જ યહૂદિયા પર એ સંકટ આવી પડ્યું.


કેમ કે જે નિર્દોષ રક્તથી યરુશાલેમને ભરી દીધું હતું, તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતા.


આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.


પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે.


કેમ કે હું યહોવા છું; હું બોલીશ તે ફળીભૂત કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે, શું તું ખૂની નગરનો ન્યાય કરશે? એમ હોય તો તેને તેનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.


તેના સરદારો શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે; તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વહેવડાવે છે, ને પ્રાણઘાત કરે છે.


જે રક્ત તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, ને જે મૂર્તિઓ તેં બનાવી છે તેઓથી તું ભ્રષ્ટ થયું છે. અને તું તારો કાળ નજીક લાવ્યો છે, ને તારાં વરસોનો અંત આવી પહોચ્યો છે; માટે મેં તને સર્વ પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા સર્વ દેશોની આગળ હાંસીપાત્ર કર્યુ છે.


જો, ઇઝરાયલના સરદારો રક્ત વહેવડાવવાને તારી અંદર આપખુદી વાપરનારા થયા છે.


કેમ કે તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં રકત છે, તેઓએ પોતાની મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે; અને તેઓએ મારાથી થયેલા તેમના પુત્રોને [અગ્નિ] મા બલિદાન આપીને તેમની પાસે ભક્ષ થવા માટે સોંપ્યા છે.


નેક પુરુષો તેમનો ન્યાય કરીને તેમને છિનાળોની તથા ખૂની સ્ત્રીઓની શિક્ષા ફરમાવશે; કેમ કે તેઓ છિનાળો છે ને તેઓના હાથમાં રકત છે.


તેણે પોતાની આબરૂ તેમને સોંપી દીધી, તેઓ સર્વ તો આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. જે સર્વની ઉપર તે આશક થઈ, તેમની સર્વ મૂર્તિઓ વડે તેણે પોતાને ભ્રષ્ટ કરી.


એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


ત્યારે તેમણે મને કહ્યું, “ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોની દુષ્ટતા અતિશય ભારે છે, ને દેશ ખૂનરેજીથી ને નગર અન્યાયથી ભરપૂર છે; કેમ કે તેઓ કહે છે, “યહોવાએ દેશને તજી દીધો છે, ને યહોવા દેશને જોતા નથી.


લોકો સિયોનને રક્તપાત કરીને ને યરુશાલેમને દુષ્ટ કૃત્યો કરીને બાંધે છે.


તેની અંદર તેના અમલદારો ગર્જના કરતા સિંહો જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે [ફરતા] વરુઓ જેવા છે. તેઓ આવતી કાલ માટે કંઈ પડતું મૂકતા નથી.


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan