Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “સામાન્ય લોકો પણ જુલમમાં ડુબેલા હોય છે, તેઓ ગરીબો અને જરૂરતમંદોને લૂંટે છે અને વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:29
21 Iomraidhean Croise  

જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.


તેઓ વિધવાને તથા પરદેશીને કતલ કરે છે, તેઓ અનાથને મારી નાખે છે.


અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા.


અને પરદેશીને તું હેરાન ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા, માટે તમે પરદેશીની લાગણી જાણો છો.


જેથી ગરીબોને ઇનસાફ મળે નહિ, ને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!


કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના [ઈશ્વર] યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની [આશા રાખતા હતા] , પણ ત્યાં જુઓ, વિલાપ છે.


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


“કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી બધા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી બધા જૂઠાણું ચલાવે છે.


દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,


તારી અંદર માત-પિતાનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. તારી અંદર પરદેશીઓ પર કેર વર્તાવવામાં આવ્યો છે. તારી અંદર અનાથ પર તથા વિધવાઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે.


ત્યારે તેમણે મને કહ્યું, “ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોની દુષ્ટતા અતિશય ભારે છે, ને દેશ ખૂનરેજીથી ને નગર અન્યાયથી ભરપૂર છે; કેમ કે તેઓ કહે છે, “યહોવાએ દેશને તજી દીધો છે, ને યહોવા દેશને જોતા નથી.


તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા દે.


અને જો કોઇ પરદેશી તમારા દેશમાં તારી સાથે‍ પ્રવાસ કરતો હોય, તો તેને તમે વિનાકારણ હેરાન ન કરો.


જેઓ જોરજુલમ ને લૂંટ [થી મેળવેલું દ્રવ્ય] પોતાના મહેલોમાં સંઘરી રાખે છે, તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી, ” એવું યહોવા કહે છે.


તેઓ ખેતેરોનો લોભ કરીને તેમને છીનવી લે છે. અને ઘરોનો [લોભ કરીને] તેમને પડાવી લે છે; તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર જુલમ કરે છે.


તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્‍લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો.


કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.


હું પારકો હતો, પણ તમે મને પરોણો રાખ્યો નહિ, નગ્ન હતો, પણ તમે મને વસ્ર પહેરાવ્યાં નહિ, માંદો તથા કેદમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.’


જુઓ, જે મજૂરોએ તમારાં ખેતર કાપ્યાં છે, તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે. અને કાપનારાઓની બૂમ સૈન્યોના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે.


Lean sinn:

Sanasan


Sanasan