Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 21:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે માટે, હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ, તારી કમર ભાગવાથી તથા દુ:ખથી [નાખતો હોય તેમ] તું તેમના જોતાં નિસાસા નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 “હે મનુષ્યપુત્ર, તારું હૃદય ભાંગી પડયું હોય તેમ દુ:ખથી નિસાસા નાખ. તું લોકોનાં દેખતાં દુ:ખના ઊંહકારા ભર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ:ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “હે મનુષ્યના પુત્ર, ભગ્ન હૃદયથી, તીવ્ર શોકથી અને અતિશય દુ:ખમાં તું મોટેથી રૂદન કર, લોકો આગળ તું પસ્તાવો કર.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 21:6
21 Iomraidhean Croise  

તેથી મારું અંત:કરણ મોઆબને માટે વીણાની જેમ વાગે છે, ને કીર-હેરેસને માટે મારી આંતરડી [કકળે છે].


તેથી મારી કમર દુ:ખથી ભરપૂર છે. પ્રસૂતાની વેદના જેવી વેદના મારા પર આવી પડી છે; હું એવો વળી ગયો છું કે મારાથી સંભળાતું નથી; અને એવો ભયભીત થયો છું કે મારાથી જોવાતું નથી.


તેથી હું કહું છું કે, મારી તરફથી દષ્ટિ ફેરવો, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.


જે માણસો તારી સાથે જાય છે, તેઓની નજર આગળ તે માટલી ભાંગી નાખ,


હવે તમે પૂછી જુઓ કે શું પુરુષને પ્રસવવેદના થાય? પ્રસુતાની જેમ દરેક પુરુષને પોતાના હાથથી કમર દાબતાં મેં જોયો છે, એનું કારણ શું હશે? વળી સર્વનાં મુખ ફિક્કાં કેમ પડી ગયાં છે?


અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.


હે મનુષ્યપુત્ર, રડ તથા પોક મૂક; કેમ કે તે મારા લોક પર આવી પડી છે, તે ઇઝરાયલના સર્વ સરદારો પર આવી પડી છે. તેઓ તથા મારા લોકો તરવારને સ્વાધીન કરવામાં આવ્યા છે; માટે તારી જાંઘ પર થબડાકો માર.


અને સર્વ માણસો જાણશે કે મેં યહોવાએ મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢી છે; તે કદી પાછી પેસશે નહિ.


જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું કે, જે [આફત] આવે છે તેના સમાચારને લીધે [એ વખતે] દરેક હ્રદય પાણી પાણી થઈ જશે, ને સર્વ હાથ કમજોર થઈ જશે, ને દરેકના હોશ ઊડી જશે, ને સર્વ ઘૂંટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે. પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તે આવે છે, ને તે પ્રમાણે કરવામાં આવશે જ.”


“હે મનુષ્યપુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મૂક, ને તેમને, એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને, કબરમાં ઊતરનારાઓની સાથે અધોલોકમાં નાખ.


જે લાકડીઓ પર તું લખે છે તેમને તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.


તારે તે જવની રોટલીઓની માફક ખાવું, ને તેઓના દેખતાં તારે મનુષ્યવિષ્ટાથી તે શેકવું.”


પ્રભુ યહોવ કહે‌ છે. “હાય અફાળીને તથા પગ પછાડીને કહે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ ધિક્કારપાત્ર દુષ્કર્મોને લીધે તેમને અફસોસ! કેમ કે તેઓ તરવારથી, દુકાળથી તથા મરકીથી પાયમાલ થશે.


યહોવાએ તેને કહ્યું, “નગરમાં એટલે યરુશાલેમમાં, સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્‍ન કર.”


ત્યારે રાજાનો ચહેરો ઊતરી ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એક બીજા સાથે અફળાવા લાગ્યા.


પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.


નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


Lean sinn:

Sanasan


Sanasan