હઝકિયેલ 21:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 માટે પ્રભુ યહોવા કહે છે કે, તમારા અપરાધ એવી ખુલ્લી રીતે જાહેર થઈ ગયા છે કે તમારાં સર્વ કામોમાં તમારાં પાપ દેખાઈ આવે છે, તેથી તમે તમારા અન્યાયનું સ્મરણ કરાવ્યું છે, અને તમે યાદ આવ્યા છો, તે માટે તમે હાથથી પકડાશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 હું પ્રભુ પરમેશ્વર કહું છું કે સૌની આગળ તમારા અપરાધ ખુલ્લા પડી ગયા છે. તમારા પ્રત્યેક કાર્યમાં તમારાં પાપ પ્રગટ થાય છે. તમે દોષિત માલૂમ પડયા છો, તેથી હું તમને તમારા શત્રુઓના હાથમાં સોંપી દઇશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો, તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે. તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તેથી હું યહોવા મારા માલિક, કહું છું કે, “હે યરૂશાલેમ નગરી, તારાં પાપોની ખબર લેવાઇ રહી છે. સૌ કોઇ જાણે છે કે તું કેવી દોષિત છે. તારા એકેએક કાર્યમાં તારાં પાપ પ્રગટ થાય છે. તારાં પાપોની ખબર લેવાઇ રહી છે અને તું તારા દુશ્મનોના હાથમાં પડવાની જ છે. Faic an caibideil |