Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 21:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જેઓએ તેમની આગળ સોગન ખાધા છે તેઓની નજરમાં તે શકુન વ્યર્થ જેવા લાગશે; પણ તેઓને સપડાવવા માટે તે [તેમનો] અન્યાય સ્મરણમાં લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પોતે કરેલ સંધિઓના કારણે યરુશાલેમના રહેવાસીઓને આ બધું જૂઠા શકુન જેવું લાગશે, પણ આ આગાહી તેમનાં પાપોનું તેમને સ્મરણ કરાવવા અને તેઓ કેદ પકડાશે તેની ચેતવણી આપવા માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 બાબિલીઓએ યરુશાલેમના સંબંધી સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે, પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 21:23
12 Iomraidhean Croise  

તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


કેમ કે યરુશાલેમમાં તથા યહૂદિયામાં આ જે થયું તે યહોવાના કોપને લીધે થયું, ને તેથી તેણે તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. પછી સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બંડ કર્


નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


તેઓ કહે છે કે, ‘હમણા ઘરો બાંધવાનો વખત નથી. આ નગર તો કઢાઈ છે, ને આપણે માંસ છીએ.’


“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે, ’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં, તમારા લોકોમાં, ચાલે છે, તે શું છે?


માટે પ્રભુ યહોવા કહે છે કે, તમારા અપરાધ એવી ખુલ્લી રીતે જાહેર થઈ ગયા છે કે તમારાં સર્વ કામોમાં તમારાં પાપ દેખાઈ આવે છે, તેથી તમે તમારા અન્યાયનું સ્મરણ કરાવ્યું છે, અને તમે યાદ આવ્યા છો, તે માટે તમે હાથથી પકડાશો.


ત્યાર પછી તે કદી ઇઝરાયલ લોકો પોતાના પાપનું સ્મરણ કરીને મદદને માટે તેમની તરફ જોશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવા છું.”


તો તે પુરુષ પોતાની સ્‍ત્રીને યાજકની પાસે લાવે, ને તે તેને માટે તેનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો, તે પર તે કંઈ તેલ ન રેડે, તેમ જ તે પર લોબાન ન મૂકે, કેમ કે તે સંશયનું ખાદ્યાર્પણ છે, એટલે અન્યાયની યાદ કરાવનારું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.


મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાજ્યોનાં નગરો પડયાં. અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે, તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે.


Lean sinn:

Sanasan


Sanasan