Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વડીલો સાથે વાત કર, અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, શું તમે મારી પાસેથી ખબર કાઢવા આવ્યા છો? તો પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનો સાથે વાત કરીને તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “શું તમે મારી ઇચ્છા જાણવા આવ્યા છો? હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને કશું પૂછવા દેવાનો નથી. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના વડીલોને આ પ્રમાણે કહે: ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે મારી સલાહ પૂછવા આવો છો? હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું તમને સલાહ નહિ આપું” પ્રભુ યહોવાહ એવું કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:3
20 Iomraidhean Croise  

દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે; પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો તે કેટલો બધો [કંટાળારૂપ] થાય!


જે માણસ નિયમનું‍ શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.


તમે મારું દર્શન કરાવ માટે આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે?


જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.


તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે.


ત્યાર પછી ઇઝરાયલના વડીલોમાંના કેટલાક મારી પાસે આવીને મારી આગળ બેઠા.


એટલે યહોવાનું વચન મારી પાસે આવ્યું,


અને જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો, અને તમારાં છોકરાંને અગ્નિમાં ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને ભ્રષ્ટ કરો છો શું? તેમ છતાં હે ઇઝરાયલ લોકો, શું હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપુ? પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તમારા પ્રશ્નોનો ઉત્તર કદી આપીશ નહિ.


હે મનુષ્યપુત્ર, તારે વિષે તો તારા લોકો ભીંતો પાસે તથા ઘરનાં બારણાંમાં વાતો કરે છે, ને તેઓ એકબીજાને, સૌ પોતપોતાના ભાઈને, કહે છે કે, ‘કૃપા કરીને આવો, ને યહોવા પાસેથી જે વચન આવે છે તે શું છે તે સાંભળો.’


તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી, ને ઉત્તરથી તે છેક પૂર્વ સુધી ભટકશે. યહોવાનું વચન શોધવાને તેઓ અહીંથી તહીં દોડાદોડ કરશે, પણ તે તેઓને મળશે નહિ.


દષ્ટાઓ લજ્‍જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.


પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?


ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવ્યા. તેઓને તેણે કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?


ઈશ્વર આત્મા છે; અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્‍માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.”


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan