Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને [અગ્નિ] માં ચલાવ્યા, તેથી કરીને મેં તેઓને તેમનાં પોતાનાં અર્પણોમાં ભ્રષ્ટ કર્યા, એ માટે કે હું તેઓને અનાથ કરું, ને તેથી તેઓ જાણે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 મેં તેમને તેમનાં જ અર્પણોથી તેમને ભ્રષ્ટ થવા દીધા અને તેમના પ્રથમ જન્મેલા પુત્રોના બલિ ચડાવવા દીધા; જેથી તેઓ ત્રાસ પામે અને જાણે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને અગ્નિમાં ચલાવ્યા, તેમ મેં તેઓને પોતાની ભેટો દ્વારા અશુદ્ધ કર્યાં. હું તેઓને ત્રાસ આપું જેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 મેં તેમને પોતાનાં પહેલાં સંતાનોનો મૂર્તિઓને ભોગ ચઢાવી એ બલિથી જ અશુદ્ધ થવા દીધા. આમાં મારો હેતુ તેમને સજા કરીને ખબર પાડવાનો હતો કે હું યહોવા, છું.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:26
22 Iomraidhean Croise  

પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, ને જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો.


અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઈને ચલાવ્યાં હતાં, ને તેઓ શકુનવિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા, ને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂડું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને રોષ ચઢાવ્યો હતો.


વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.


વળી જે વીદેશીઓને યહોવાએ ઇઝઃરાયલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્‍નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો ને પોતાનાં છોકરાંને અગ્નિમાં હોમતો.


વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.


ત્યારે એમ થાય કે સર્વ કૂખ ફાડનારાઓને તથા તારા પશુના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે યહોવાને માટે અલાહિદા કરવા; પ્રત્યેક નર યહોવાનો થાય.


હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો.


તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.


તેઓના શત્રુઓ, ને જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો નાખીને તેઓને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ, તેઓ સર્વ એકબીજાનું માંસ ખાશે.’


વળી તેઓએ મોલેખની સેવામાં પોતાના દીકરા તથા દીકરીઓને અગ્નિમાં હોમવા માટે હિન્નોમના પુત્રની ખીણમાં બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં તેઓને એવી આજ્ઞા આપી નથી, ને ધિક્કારપાત્ર કામો કરીને તેઓ યહૂદિયાની પાસે પાપો કરાવે એવો વિચાર મારા મનમાં આવ્યો નથી.”


તેઓએ પોતાના દીકરાઓ તથા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે, હિન્નોમના પુત્રની ખીણમાં, તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે; એવું મેં ફરમાવ્યું નહોતું, ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું”


તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.


એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે તમારા પૂર્વજોની જેમ પોતાને ભ્રષ્ટ કરો છો શું? અને વંઠેલ થઈ જઈને તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુકરણ કરો છો શું?


અને જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો, અને તમારાં છોકરાંને અગ્નિમાં ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને ભ્રષ્ટ કરો છો શું? તેમ છતાં હે ઇઝરાયલ લોકો, શું હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપુ? પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તમારા પ્રશ્નોનો ઉત્તર કદી આપીશ નહિ.


કેમ કે તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં રકત છે, તેઓએ પોતાની મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે; અને તેઓએ મારાથી થયેલા તેમના પુત્રોને [અગ્નિ] મા બલિદાન આપીને તેમની પાસે ભક્ષ થવા માટે સોંપ્યા છે.


કતલ થયેલાઓ તમારામાં પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેખને સ્વાધીન ન કર, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, જો કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.


ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્‍ત્રમાં લખેલું છે કે, ‘પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય.’ તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને,


Lean sinn:

Sanasan


Sanasan