Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 કારણ, તેમણે મારા આદેશોનો અમલ કર્યો નથી, મારા નિયમોનો અનાદર કર્યો છે, સાબ્બાથના દિવસોને ભ્રષ્ટ કર્યા છે અને તેમની મીટ તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજામાં મંડાયેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કેમ કે તેઓએ મારા કાનૂનોનો અમલ કર્યો નથી, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો છે, મારા વિશ્રામવારોને અપવિત્ર કર્યાં છે. તેઓના પિતાઓની મૂર્તિઓની તરફ તેઓની દ્રષ્ટિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “‘કારણ, તેમણે મારા કાનૂનોનું ઉલ્લંધન કયુંર્ છે, મારા હુકમોનો ભંગ કર્યો છે, બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે અને તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:24
11 Iomraidhean Croise  

હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો; પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી, તથા મારા વારસાને તિરસ્કારપાત્ર કરી નાખ્યો.


દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,


જેણે પર્વતો પર ભોજન કર્યુ ન હોય, તેમ જ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ પોતાની નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય,


જેણે પર્વતો પર ભોજન કર્યું નહિ હોય, તેમ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ નજર કરી નહિ હોય, તેમ પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, ને રજસ્વલા સ્ત્રીની અડાસે ગયો નહિ હોય;


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો, ને મારા વિધિઓમાં ચાલ્યા નહિ, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા કેમ કે તેમનું મન તેમની મૂર્તિઓ તરફ ખેંચાતું હતું.


વળી તેઓએ મારી વિરુદ્ધ આ પણ કર્યું છે કે, તે જ દિવસે તેઓએ મારું પવિત્રસ્થાન અશુદ્ધ કર્યું છે, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા છે.


તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


Lean sinn:

Sanasan


Sanasan