Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી તેઓને વિદેશીઓમાં વિખેરી નાખવાને, ને તેમને દેશેદેશ સર્વત્ર વિખેરી નાખવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખવાને તથા દેશદેશ સર્વત્ર વિખેરી નાખવાને, મેં તેઓની આગળ અરણ્યમાં સમ ખાધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આથી મેં રણમાં બીજી પ્રતિજ્ઞા કરી કે, હું તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને વિદેશી ભૂમિઓમાં છોડી મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:23
13 Iomraidhean Croise  

અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખવાને, તેઓની વિરુદ્ધ તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો,


કાપવાનાં ઘેટાંની જેમ તમે અમને આપી દીધા છે, અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.


વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.


એ માટે [તેઓને] કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જો કે મેં તેઓને દૂરના વિદેશીઓમાં કાઢી મૂક્યા છે, ને જો કે મેં તેઓને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડી મુદત સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.


વળી દૂધમધની રેલછેલવાળો દેશ જે મેં તેઓને આપ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે તેમાં તેઓને ન લઈ જવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા.


હું તને વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તને દેશેદેશ વેરણખેરણ કરી નાખીશ. અને હું તારી મલિનતા તારામાંથી નષ્ટ કરીશ.


તેઓએ તેમની મૂર્તિઓ આગળ તેમની સેવા બજાવી હતી, ને ઇઝરાયલ લોકોની પ્રત્યે અનીતિની ઠેસરૂપ થયા હતા; તે માટે પ્રભુ યહોવા કહે છે કે, મેં તેઓની વિરુદ્ધ સમ ખાધા છે, ને તેમની દુષ્ટતા તેમને માથે આવશે.


અને હું તમેન વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પાછળ તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્‍જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.


કેમ કે હું મારો હાથ આકાશની તરફ ઊંચો કરીને મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,


અને યહોવા તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે, ને જે દેશજાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારામાંના થોડા જ બચશે.


Lean sinn:

Sanasan


Sanasan