Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પરંતું મેં મારો હાથ પાછો ખેંચી લીધો, ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ મેં તેમ કરવાથી મારા હાથ પાછો રાખ્યો. જે પ્રજાઓનાં દેખતાં મેં તેમને મુક્ત કર્યા હતા, તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ મેં મારો હાથ પાછો ખેંચી લીધો, મારા નામની ખાતર એવું કર્યું, જે પ્રજાઓના દેખતાં હું તેઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેઓની નજરમાં મારું નામ અપવિત્ર ન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ હું શાંત રહ્યો. જો મેં એમ ન કર્યું હોત તો જે પ્રજાઓના દેખતા હું તેમને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:22
14 Iomraidhean Croise  

તમારો હાથ મારા પરથી દૂર ખેંચી લો; અને તમારા ભયથી મને ન ગભરાવો.


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને [તેઓનો] નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.


તમારા નામની ખાતર અમને ન ધિક્કારો. તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરો; અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેને તોડશો નહિ.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


યહોવાએ સિયોનની દીકરીનો કોટ નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે. તેમણે દોરી તાણી છે, તેમણે નાશ કરવાથી પોતાનો હાથ પાછો ખેંચ્યો નથી. તેમણે બુરજ તથા કોટને ખેદિત કર્યા છે; તેઓ એકત્ર ખિન્‍ન થાય છે.


પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


પરંતું તેમના પર કૃપાર્દષ્ટિ કરીને મેં તેમનો નાશ ન કર્યો, ને અરણ્યમાં તેઓનો પૂરેપૂરો સંહાર કર્યો નહિ.


પણ મિસર દેશમાંથી તેમને કાઢી લાવતાં મેં જે પ્રજાઓના દેખતાં મારી ઓળખાણ તેઓને આપી હતી, તથા જેઓની સાથે તેઓ રહેતા હતા, તેઓના દેખતાં તેને લાંછન ન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું.


માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્રસ્થાન ઉપર, પ્રભુની ખાતર, તમારી કૃપાદષ્ટિ પડવા દો.


હે પ્રભુ, લક્ષ આપો, ને આ અમારી અરજ ફળીભૂત કરો. વિલંબ ન કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર એ પ્રમાણે કરો, કેમ કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે.”


Lean sinn:

Sanasan


Sanasan