Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ ઇઝરાયલી લોકોએ અરણ્યમાં પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમમાં ચાલ્યા નહિ; પણ, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે, તે મારા હુકમોનો ઇનકાર કર્યો. તેઓએ ખાસ વિશ્રામવારોને અપવિત્ર કર્યાં, આથી, મેં તેઓના પર મારો રોષ ઉતારીને અરણ્યમાં જ તેઓનો સંહાર કરવાનો નિર્ણય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:13
43 Iomraidhean Croise  

તેં શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તેં તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્‍મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તેં તારી પત્ની કરી લીધી છે.


વળી તમારા પિતૃઓ તથા તમારા ભાઈઓ કે, જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર, યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ને તેથી, જેમ તમે જુઓ છો તેમ, તેમણે તેઓનો નાશ કર્યો, તેઓના જેવા તમે ન થાઓ.


ત્યારે મેં યહૂદિયાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, “તેમ આ કેવું દુષ્ટ કામ કરો છો, ને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો?


મારો કોપ તેઓ પર તપી ઊઠે ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ નહિ. અને હું તારાથી એક મોટી દેશજાતિ કરીશ.”


જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું છે, ને તેની પૂજા કરી છે, ને તેને અર્પણ ચઢાવ્યું છે, ને કહ્યું છે, ‘હે ઇઝરાયલ, તને મિસર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે.’”


પરંતુ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે, અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી;


વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે; પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે.


વળી જે પરદેશીઓ યહોવાની સેવા કરવા માટે, તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે, તેમના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર ન કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે;


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હઠયા, પણ આગળ ગયા નહિ.


મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.


પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો, ને મારા વિધિઓમાં ચાલ્યા નહિ, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા કેમ કે તેમનું મન તેમની મૂર્તિઓ તરફ ખેંચાતું હતું.


પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.


જેમ મિસર દેશમાં આરણ્યમાં મેં તમારા પૂર્વજોની સાથે વાદ કર્યો હતો, તેમ હું તમારી સાથે વાદ કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે.


પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, ને મારું [વચન] સાંભળવા ચાહ્યું નહિ.તેઓ દરેકે પોતની ર્દષ્ટિને પ્રિય, પણ ધિક્કારપાત્ર વસ્તુઓને ફેંકી દીધી નહિ.તેમ જ તેઓએ મિસરની મૂર્તિઓનો પણ ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં કહ્યું કે, હું મારો ક્રોધ તેમના પર રેડીને મિસર દેશમાં તેમના પર મારો રોષ પૂરો કરીશ.


તેં મારી પવિત્ર વસ્તુઓને તુચ્છ ગણી છે, ને મારા સબ્બાથોને ભ્રષ્ટ કર્યા છે.


વળી તેઓએ મારી વિરુદ્ધ આ પણ કર્યું છે કે, તે જ દિવસે તેઓએ મારું પવિત્રસ્થાન અશુદ્ધ કર્યું છે, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા છે.


માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું.


અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારાં ન્યાયકૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહિ પાળતાં તમે મારો કરાર તોડો;


અને તેઓને દેશ છોડવો પડશે, ને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જડ પડયો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબ્બાથો ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે. તે આ કારણથી કે તેઓએ મારા હુકમો તુચ્છ કર્યા, ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા.


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતા દશ વખત મારી પરીક્ષા કરી છે, ને મારી વાણી સાંભળી નથી,


આ અરણ્યમાં તમારી લાસો પડશે. અને તમારામાંના જેઓની ગણતરી થઈ હતી તે બધા, એટલે વીસ વર્ષની ઉમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ,


“આ લોકોમાંથી તમે નીકળી જાઓ કે, એક પળમાં હું તેઓનો સંહાર કરું.” અને તેઓ ઊંધા પડ્યા.


ઇસ્સાખારનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજાર ને ત્રણસો હતા.


કેમ કે મૂસા લખે છે, “જે માણસ નિયમશાસ્‍ત્ર પ્રમાણેના ન્યાયીપણાનાં કામ કરે છે, તે તે વડે જીવશે.”


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.


હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યા, ને યહોવા તમારા પર એટલા બધા કોપાયમાન થયા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.


એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો, તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે, તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.


Lean sinn:

Sanasan


Sanasan