Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મેં તેઓને મારી અને તેઓની વચ્ચે વિશ્રામવારો ચિહ્નરૂપે આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવાહ તેમને પવિત્ર કરનાર ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓ મારી પોતાની જ પ્રજા છે એની એંધાણીરૂપે મેં તેમને ખાસ આરામના દિવસો આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવા એ જ એક છું કે જે તેમને પવિત્ર બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:12
28 Iomraidhean Croise  

અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્‍ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા.


તમે તમારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું. તમારા સેવક મૂસાની મારફતે તમે તેઓને આજ્ઞાઓ, વિધિઓ તથા નિયમશાસ્ત્ર ફરમાવ્યાં.


જુઓ, યહોવાએ તમને સાબ્બાથ આપ્યો છે, તે માટે છઠ્ઠે દિવસે તે તમને બે દિવસનું અન્‍ન આપે છે. તમ પત્યેક પુરુષ પોતપોતાના રહેઠાણમાં રહો, સાતમે દિવસે કોઈ પણ માણસ પોતાના રહેઠાણમાંથી બહાર ન જાય.”


છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાને માટે તે વિશ્રામનો સાબ્બાથ થાય; તેમાં જે કોઈ કંઈ કામ કરે તે મારી નંખાય.


જે માણસ એ પ્રમાણે વર્તે છે, ને જે પુરુષ એને વળગી રહે છે, અને સાબ્બાથને અપવિત્ર ન કરતાં જે એને પાળે છે, ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે, તેને ધન્ય છે.”


વળી સાબ્બાથને દિવસે તમારાં ઘરોમાંથી કંઈ બોજો બહાર લઈ જશો નહિ, ને કંઈ પણ કામ કરશો નહિ. પણ મેં તમારા પૂર્વજોને આજ્ઞા કરી તેમ સાબ્બાથના દિવસને પવિત્ર માનો.”


મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.


તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને [અગ્નિ] માં ચલાવ્યા, તેથી કરીને મેં તેઓને તેમનાં પોતાનાં અર્પણોમાં ભ્રષ્ટ કર્યા, એ માટે કે હું તેઓને અનાથ કરું, ને તેથી તેઓ જાણે કે હું યહોવા છું.


જ્યારે તેઓમાં મારું પવિત્રસ્થાન સદાને માટે થશે ત્યારે [બધી] પ્રજાઓ જાણશે કે ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું.


વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.


અને તમે મારા વિધિઓ પાળો, ને તેમને અમલમાં લાવો; તમને પવિત્ર કરનાર યહોવા હું છું.


અને તે પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને વટાળે નહિ; કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવા હું છું.”


પણ ફકત પડદાની પેલી પર તે ન જાય, ને વેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોડ છે; રખેને તે મારા પવિત્રસ્થાનને વટાળે; કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.”


માટે તું તેને શુદ્ધ કર; કેમ કે તે તારા ઈશ્વરની રોટલી ચઢાવે છે, તે તારે માટે શુદ્ધ હોય; કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.


છ દિવસ કામ કરવું, પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ તથા પવિત્ર મેળાવડો છે; તમારે કંઈ પણ કામ ન કરવું. તમારાં સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબ્બાથ છે.


તે તમારે માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ થાય, ને તમારે આત્મકષ્ટ કરવું. એ માસને નવમે દિવસે સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબ્બાથ પાળવો.”


તેમ છતાં સાતમા માસને પંદરમે દિવસે, જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા પછી, તમારે યહોવાને માટે સાત દિવસ સુધી પર્વ પાળવું. પહેલે દિવસે પવિત્ર વિશ્રામ થાય.


પણ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાનો સાબ્બાથ થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ, ને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહિ.


એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.


હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રાખવામાં આવો.


ઈશ્વરપિતાને વહાલા તથા ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા અને તેડવામાં આવેલાઓ પ્રતિ લખનાર, ઈસુ ખ્રિસ્તનો સેવક, યાકૂબનો ભાઈ યહૂદા :


Lean sinn:

Sanasan


Sanasan