Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સાતમા વરસના પાંચમા માસની દશમીએ એવું બન્યું કે ઇઝરાયલના વડીલોમાંના કેટલાક યહોવાની સલાહ પૂછવા માટે આવીને મારી આગળ બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દેશનિકાલના સાતમા વર્ષના પાંચમા માસને દસમે દિવસે ઇઝરાયલના કેટલાક આગેવાનો પ્રભુની ઇચ્છા જાણવા માટે આવીને મારી સામે બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સાતમા વર્ષના પાંચમા મહિનાના દસમા દિવસે ઇઝરાયલના વડીલો યહોવાહને સલાહ પૂછવા મારી સમક્ષ આવીને બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સાતમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે ઇસ્રાએલના કેટલાક આગેવાનો પોતાના સવાલો યહોવાને પૂછવા માટે મારી સમક્ષ આવીને બેઠા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:1
27 Iomraidhean Croise  

એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારે ને તમારે શું છે? તમારા પિતાના પ્રબોધકો પાસે તથા તમારી માના પ્રબોધકો પાસે જાઓ.” ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “એમ નહિ; કેમ કે યહોવાએ અમ આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે, ”


એલિશા પોતાના ઘરમાં બેઠો હતો, ને વડીલો તેની પાસે બેઠા હતા; [રાજાએ] પોતાની હજૂરમાંથી એક માણસ મોકલ્યો; પણ તે સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલાં તો તેણે વડીલોને કહ્યું, “મારું માથું કાપી નાખવા કેવો એ ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે, તે તમે જુઓ છો? જુઓ, તે સંદેશિયો આવે ત્યારે તેને બહાર રાખીને કમાડ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી [સંભળાતો] ?”


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે.


“કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ; કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાનાં સર્વ અદભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય.” તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ.


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, માસની પાચમીએ,


એટલે યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી નવમાં વર્ષના દશમા માસની દશમીએ, યહોવાનું વચન મારી પાસે આવ્યું,


અગિયારમે વર્ષે માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


દશમા વર્ષના દશમા માસ ની બારમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી સત્તાવીસમાં વર્ષના પહેલા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી અગિયારમાં વર્ષના પહેલા [માંસ] ની સાતમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


વળી અગિયારમાં વર્ષના ત્રીજા માસની પહેલીએ હોવાનું વચન મારી પાસે આવ્યું,


બારમાં વર્ષના બારમા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


અમારા બંદીવાસને પચીસમે વર્ષે, તે વર્ષની શરૂઆતના માસની દશમીએ, એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમે વર્ષે, તે જ દિવસે, યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને ત્યાં લાવ્યા.


છઠ્ઠા વરસના છઠ્ઠા માસની પાંચમીએ, હું મારા ઘરમાં બેઠો હતો ને યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા, ત્યારે ત્યાં પ્રભુ યહોવાનો હાથ મારા પર પડ્યો.


તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


ત્રણ દિવસ‌ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો, તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો.


જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્‍ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા.


“હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું. પણ આ શહેરમાં ગમાલીએલના ચરણમાં ઊછરેલો, અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો, અને આજે તમે સર્વ જેવા ઈશ્વરના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો.


Lean sinn:

Sanasan


Sanasan