Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ, હે મુષ્યપુત્ર, જે કંઈ હું તને કહું તે તું સાંભળ. એ બંડખોર પ્રજાની જેમ તું બંડખોર ન થા. તારું મોં ઉઘાડ, ને હું તને જે આપું તે ખા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હે મનુષ્યપુત્ર, મારું કહેવું સાંભળ. એ બંડખોરોની જેમ તું બંડખોર થઈશ નહિ. તારું મોં ઉઘાડ ને હું જે તને આપું છું તે ખા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે મનુષ્યપુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “હે મનુષ્યના પુત્ર, હું જે કહું છું તે સાંભળ, એ બંડખોરોની જેમ તું બંડખોર થઇશ નહિ, તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઇ જા.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:8
19 Iomraidhean Croise  

તેમણે અંધકાર મોકલ્યો એટલે અંધારું થયું; તેઓ તેમની વાતની સામા થયા નહિ.


પ્રભુ યહોવાએ મારા કાન ઉઘાડયા છે, તેથી મેં બંડ કર્યું નહિ, ને હું પાછો હઠયો.


યહોવાએ પોતાના સમર્થ હાથથી મને [ઝાલીને] મારી સાથે આ પ્રમાણે વાત કરી, ને આ લોકોના માર્ગમાં ન ચાલવાની શિખામણ આપીને કહ્યું,


તેથી મેં યહોવાના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો, ને મારી કમરે બાંધ્યો.


તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.


“હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે, જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, ને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી; કેમ કે તેઓ તો બંડખોર લોકો છે.


પછી જેમ મને આજ્ઞા કરવામાં આવી હતી તેમ મેં કર્યું:મેં મારો લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢ્યો, ને સાંજે મેં મારા પોતાના હાથથી કોટમાં બાકું પાડ્યું. હું સામાનને અંધારામાં બહાર કાઢી લાવ્યો, ને તેઓના દેખતાં સામાનને મારી ખાંધ પર મૂક્યો.


વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારા જે વચનો હું તને કહું તે સર્વ તારા હ્રદયમાં સ્વીકાર, ને તારે કાને સાંભળ.


તો, હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલના માટે ચોકીદાર નીમ્યો છે. માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ.


તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારું ચિત્ત લગાડ; કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. જે તું જુએ છે તે બધું ઇઝરાયલ લોકોને કહી બતાવ.”


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.


હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,


વળી તમને સોંપેલા [ટોળા] પર સ્વામી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ.


મેં દૂતની પાસે જઈને તેને કહ્યું, “એ નાનું ઓળિયું મને આપ.” તેણે મને કહ્યું, “આ લે, ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે.”


Lean sinn:

Sanasan


Sanasan