Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ગમે તો તેઓ સાંભળે, ગમે તો તેઓ ન સાંભળે, તોપણ તારે મારાં વચન તેઓને કહી સંભળાવવાં; કેમ કે તેઓ અત્યંત બંડખોર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને તારે તેઓને તે કહેવું જે મેં તને કહૃયુ, પછી ભલે તે લોકો સાંભળે કે ન સાંભળે કારણ કે તેઓ તો બળવાખોર પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:7
24 Iomraidhean Croise  

યહોવાએ મૂસાને કહ્યું, “હું યહોવા છું; હું તને કહું તે બધું તારે મિસરના રાજા ફારુનને કહેવું.”


એ માટે તું તારી કમર બાંધીને ઊઠ, તથા જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહે. તેમને લીધે તું ગભરાઈશ નહિ, રખેને તેઓની આગળ હું તને ગભરાવું.


ત્યારે યહોવાએ મને કહ્યું, “હું બાળક છું, એમ જ બોલ! જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમામું તે તારે બોલવું.


અને તેઓને કહે કે, જેઓ આ દરવાજાઓમાં થઈને અંદર જાય છે તે યહૂદિયાના રાજાઓ, તમામ યહૂદિયા, તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો:


જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હોય, તે ભલે સ્વપ્ન પ્રગટ કરે; અને જેની પાસે મારું વચન આવ્યું હોય, તે મારું વચન સત્યતાથી બોલે. ઘઉંની આગળ પરાળ શી વિસાતમાં છે?” એવું યહોવા કહે છે.


એટલે યહોવા કહે છે, “તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે, ને યહૂદિયાનાં સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા માટે આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ; તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહિ.


પછી યર્મિયા પ્રબોધકે યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન કહી સંભળાવ્યાં,


તેથી સર્વ સરદારોએ કૂશીના પુત્ર શેલેમ્યાના પુત્ર નથાન્યાના પુત્ર યેહૂદીને બારુખની પાસે મોકલીને કહેવડાવ્યું, “જે ઓળિયું તેં લોકની આગળ વાંચી સંભળાવ્યું તે તારા હાથમાં લઈને અહીં આવ.” તે પ્રમાણે નેરિયાનો પુત્ર બારુખ પોતાના હાથમાં તે ઓળિયું લઈને તેઓની પાસે આવ્યો.


આજે મેં તમને તે કહી દેખાડયું છે! પણ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેમાંની એકપણ બાબતમાં તમે યહોવાનું વચન માન્યું નથી.


જ્યારે પુરુષોએ તથા સ્ત્રીઓએ, એટલે સર્વ લોકોએ, તેને આવો ઉત્તર આપ્યો ત્યારે તે સર્વ લોકોને યર્મિયાએ કહ્યું,


તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.


તું આ બધાં વચન તેમને કહી સંભળાવીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ. તું તેઓને બોલાવીશ પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.


ત્યારે જે સર્વ બાબતો યહોવાએ મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.


“હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે, જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, ને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી; કેમ કે તેઓ તો બંડખોર લોકો છે.


પછી ગમે તો તેઓ સાંભળે કે ન સાંભળે, (કેમ કે તેઓ બંડખોર પ્રજા છે) તોપણ તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.


એ માટે, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, વળી તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે.


વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારા જે વચનો હું તને કહું તે સર્વ તારા હ્રદયમાં સ્વીકાર, ને તારે કાને સાંભળ.


“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલ‍ પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે; તેથી મારા મુખના વચન સાંભળીને મારા મારા તરફથી તેમને ચેતવણી આપ.


તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, જા ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહી સંભળાવ.


તો, હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલના માટે ચોકીદાર નીમ્યો છે. માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ.


તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારું ચિત્ત લગાડ; કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. જે તું જુએ છે તે બધું ઇઝરાયલ લોકોને કહી બતાવ.”


સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવા કહે છે, “તમે સાંભળો, ને યાકૂબના વંશની વિરુદ્ધ સાક્ષી પૂરો.


“ઊઠ, મોટા નગર નિનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


Lean sinn:

Sanasan


Sanasan