Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે મનુષ્યપુત્ર, જો કે તને ઝાંખરા તથા કંટાળાનો સંગ થાય, ને વીછુઓમાં તારે રહેવું પડે, તોપણ તારે તેઓથી બીવું નહિ, ને તેમના શબ્દોથી પણ ડરવું નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓના શબ્દોથી તારે બીવું નહિ, ને તેઓના ચહેરાથી ગભરાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “પણ, હે મનુષ્યના પુત્ર, તું તેમનાથી ડરીશ નહિ કે તેમના વચનોથી ગભરાઇશ નહિ; ભલે તારી ચારે બાજુ ઝાંખરાં અને કાંટાઓ હોય અને તારે વીંછીઓની આસપાસ વસવું પડે, તેમ છતાં તું તેમનાથી ડરીશ નહિ, અને નાસીપાસ થઇશ નહિ, કારણ કે તેઓ તો બંડખોરો પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:6
31 Iomraidhean Croise  

અને યહોવાના દૂતે એલિયાને કહ્યું, “એની સાથે નીચે ઊતર; એનાથી બીતો નહિ.” અને એલિયા ઊઠીને એની સાથે નીચે ઊતરીને રાજા પાસે ગયો.


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.


દુષ્ટતા દવની જેમ બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે.


એ માટે તું તારી કમર બાંધીને ઊઠ, તથા જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહે. તેમને લીધે તું ગભરાઈશ નહિ, રખેને તેઓની આગળ હું તને ગભરાવું.


તેઓથી બીતો ના; કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું, ” એમ યહોવા કહે છે.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.


આ બંડખોર લોકોને એક ર્દ્દષ્ટાંત આપીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી પણ રેડો.


ઇઝરાયલ લોકોની આસપાસના તેઓનો તિરસ્કાર કરનારા લોકોમાંથી કોઈ પણ માણસ તેમને ભોંકાતા ઝાંખરારૂપ કે દુ:ખકારક કાંટારૂપ હવે પછી તેમને નડશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવા છું.”


પણ યાકૂબને તેનો અપરાધ તથા ઇઝરાયલને તેનું પાપ કહી બતાવવા માટે હું યહોવાના આત્મા વડે ખચીત બળથી, ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું.


તેઓમાંનો જે સર્વોત્તમ [ગણાય] છે તે ઝાંખરા જેવો છે. જે સૌથી પ્રામાણિક [ગણાય] છે તે કાંટાની વાડ કરતાં [નઠારો] છે. તારા ચોકીદારોએ જણાવેલો દિવસ, એટલે તારી શિક્ષાનો દિવસ, આવી પહોંચ્યો છે; હવે તેઓને ગભરાટ થશે.


અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.


જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો, તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. અને તમને કશાથી પણ ઈજા થશે નહિ.


અથવા તે ઈંડું માગે તો તેને શું તે તેને વીંછું આપશે?


મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને તે પછી બીજું કંઈ કરી ન શકે, તેઓથી બીશો નહિ.


ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.


પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો, “ઈશ્વરના કરતાં તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો.


હવે, હે પ્રભુ તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો.


મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે.


અને વિરોધીઓથી જરા પણ બીતા નથી:એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી ઈશ્વરથી છે.


કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.


વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.


પણ જો તમે, ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બીહો નહિ, અને ગભરાઓ પણ નહિ.


વીંછુઓના જેવી તેઓને પૂંછડી છે, અને ડંખ પણ છે. અને પાંચ મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે.


Lean sinn:

Sanasan


Sanasan