Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી ગમે તો તેઓ સાંભળે કે ન સાંભળે, (કેમ કે તેઓ બંડખોર પ્રજા છે) તોપણ તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે; કારણ, તેઓ બંડખોર પ્રજા છે. છતાં તેઓ એટલું તો જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ભલે પછી તેઓ તને સાંભળે કે ન સાંભળે. એ તો બંડખોરોની પ્રજા છે; તોપણ તેમને એટલી તો ખબર પડશે કે તેમની વચ્ચે કોઇ પ્રબોધક આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:5
20 Iomraidhean Croise  

ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યાં છે, ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે શા મારે તમારાં વસ્ત્ર ફાડ્યાં છે? સેનાપતિને હમણાં મારી પાસે મોકલો, એટલે તે જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે.”


ત્યારે રાજાએ તે ઓળિયું લાવવાને યેહૂદીને મોકલ્યો. અલીશામા ચિટનીસના ઓરડામાંથી તે ઓળિયું લાવ્યો, અને રાજાના તથા રાજાની પાસે ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહૂદીએ તે વાંચી સંભળાવ્યું.


હે યહૂદિયાના બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાએ કહ્યું છે, “તમે મિસરમાં ન જાઓ; આજ મેં તમને ચેતવ્યા છે એવું ખચીત જાણો.”


‘હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના બંડખોર લોકે શું તને એમ નથી પૂછ્યું કે, તું શું કરે છે?’


“હવે બંડખોર લોકોને તું કહે કે, આ વાતોનો શો અર્થ છે તે શું તમે નથી જાણતા? આ વાતોનો શો અર્થ‌ છે તે શું તમે નથી જાણતા? તેઓને કહે કે, જો બાબિલનો રાજા યરુશાલેમ આવીને ત્યાંના રાજાને તથા ત્યાંના સરદારોને પકડીને પોતાની પાસે બાબિલમાં લઈ ગયો.


ગમે તો તેઓ સાંભળે, ગમે તો તેઓ ન સાંભળે, તોપણ તારે મારાં વચન તેઓને કહી સંભળાવવાં; કેમ કે તેઓ અત્યંત બંડખોર છે.


આ બંડખોર લોકોને એક ર્દ્દષ્ટાંત આપીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી પણ રેડો.


પરંતુ દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો ન હઠે, તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે; પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.”


હું તારી જીભને તારે તાળવે એવી રીતે ચોંટાડી દઇશ કે તું મૂંગો થઈ જશે, ને તેમને ઠપકો અપી શકાશે નહિ, કેમ કે તેઓ બંડખોર લોકો છે.


પણ હું તારી સાથે મોકલીશ ત્યારે હું તારું મુખ ખોલીશ, ને તું તેઓને કહેજે, પ્રભુ યહોવા કહે છે કે, જે સાંભળતો હોય તે સાભળે; અને જે ન સાંભળતો હોય તે ન સાંભળે; કેમ કે તેઓ બંડખોર લોકો છે.


પણ જ્યારે એ થશે, (જો, એ તો થશે જ, ) ત્યારે તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.”


જો તું દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી ન આપે છતાં તે પોતાના દુરાચરણથી ન ફરે, તો તે પોતાના પાપને લીધે માર્યો જશે, પણ તેં પોતાનો જીવ બચાવ્યો છે.


ત્યારે બંડખોરોને એટલે ઇઝરાયલના વંશજોને કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં આ જે કર્મ તમે કર્યું છે તો તે હવે તમે બંધ કરો તો ઠીક.


જો હું આવ્યો ન હોત, અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.


ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું, “ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.


અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?


Lean sinn:

Sanasan


Sanasan