Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 19:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સત્તાધારીઓના રાજદંડને લાયક તેને મજબૂત સોટા થયા હતા, ને તેનું કદ વધીને તે આભલામાં પહોંચી હતી, ને તેની ડાળીઓના જથાસહિત તે ઊંચી દેખાતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સત્તાધારીઓના રાજદંડોને લાયક તેને મજબૂત ડાળીઓ થઈ હતી. તેની ડાળીઓના જથ્થાસહિત તે ઊંચી દેખાતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેની ડાળીઓ એવી મજબૂત હતી કે તેના રાજદંડ બને. વેલ વધતી વધતી આજુબાજુની જાડીથી ઉપર નીકળી ગઇ, અને તેની ઘટા અને ઊંચાઇ સૌની નજરે ચડતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 19:11
19 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો.


યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા [દેશ] પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.


તેઓએ અમને ઉત્તર આપ્યો, ‘અમે આકાશ તથા પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ; જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું, તે જ અમે ફરીથી બાંધીએ છીએ.


યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.


જે [દ્રાક્ષાવેલો] તમે તમારે જમણે હાથે રોપ્યો છે, અને જે પુત્રને તમે તમારે માટે બળવાન કર્યો છે, તેનું રક્ષણ કરો.


તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માનવપુત્રને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર, તમારો હાથ રહો.


યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


પણ [ઈશ્વરના] કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.


તેની ડાળીઓના સોટામાંથી અગ્નિએ પ્રગટ થઈને તેના ફળને ભસ્મ કર્યા છે, તેથી રાજકર્તાનો રાજદંડ બને એવો મજબૂત સોટો તેમાં એકે રહ્યો નથી.” આ તો વિલાપ છે, ને વિલાપ કરવા માટે રહેશે.


તે ઘાણ વાળે તે માટે તેને સરાણે ચઢાવેલી છે! તે વીજળી જેવી‍ ચળકતી થાય માટે તેને ઓપ દીધેલો છે! તો શું આપણે વિનોદ કરીશું? મારા પુત્રની છડી તો પ્રત્યેક વૃક્ષને તુચ્છ ગણે છે.


કેમ કે આ તો કસોટી છે. પ્રભુ યહોવા કહે છે કે, તુચ્છ કરનાર છડીનો પણ અંત આવે તો શું?


જો, આશૂરી તો લબાનોનના એરેજવૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તથા તેનું કદ ઊંચું હતું; તેની ટોચ વાદળ સુધી પહોંચી હતી.


તે ઝાડ વધીને મજબૂત થયું, ને તેની ટોચ ગગનમાં પહોંચી હતી, ને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું.


અને પહેલે દિવસે સુંદર વૃક્ષોનાં ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોનાં પાંખડાં તથા નાળાના વેલાઓ લઈને, તમારે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan