Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાળીને પ્રામાણિકપણે વર્ત્યો હશે; તો તે નેક છે, તે નિશ્ચે જીવશે, એમ પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 મારી આજ્ઞાઓને અનુસરતો હોય ને મારા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો હોય તો એવો માણસ નેક છે અને એ જરૂર જીવતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે મારા વિધિઓ પ્રમાણે ચાલતો હોય અને મારા કાયદાઓનું વિશ્વાસુપણાથી પાલન કરતો હોય, તે માણસ ન્યાયી છે; તે જીવશે.” આ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મારી સૂચનાઓને જે અનુસરે છે અને મારા કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે એવો માણસ ખરેખર સદાચારી છે, અને તે જરૂર જીવશે.” આ સર્વસમર્થ યહોવાના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:9
37 Iomraidhean Croise  

વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ, મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હ્રદયથી ને પ્રામાણિકપણે ચાલશે, ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે,


નેકીના માર્ગમાં જીવન છે; અને તેમાં મરણ છે જ નહિ.


ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”


જો તેને એક એવો દીકરો થાય કે, જે લૂટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કામ કરનારો હોય,


જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય, ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય; તો તે પોતાના પિતાની પુષ્ટતાને લીધે માર્યો જશે નહિ, તે નક્કી જીવતો રહેશે.


તે છતાં તમે કહો છો કે, પિતાની દુષ્ટતા નું ફળ દીકરો કેમ ભોગવતો નથી? જો દીકરાએ નીતિથી તથા પ્રામાણિકપણે કામ કર્યુ હશે, ને મારા સર્વ વિધિઓ પાળીને તેમને અમલમાં લાવ્યો હશે, તો તે નક્કી જીવશે.


મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


જો તે દુષ્ટ માણસ ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે, ને કંઈ પાપ ન કરતાં જીવનના વિધિઓ પ્રમાણે ચાલે, તો તે નક્કી જીવતો રહેશે, તે માર્યો જશે નહિ.


હું મારો આત્મા તમારામાં મૂકીશ, ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો.


મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે, ને તેમનો અમલ કરશે.


માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું.


ભલું શોધો, ભૂંડું નહિ, એથી તમે જીવતા રહેશો; અને ત્યારે, તમે કહો છો તેમ, સૈન્યોના ઈશ્વર યહોવા તમારી સાથે રહેશે.


પણ ન્યાયને પાણીની જેમ, ને નેકીને મોટી નદીની જેમ વહેવા દો.


કેમ કે યહોવા ઇઝરાયલ લોકને કહે છે, “મને શોધો, તો તમે જીવશો.


જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી; પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


એ માટે તું યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખ, ને તેમનું ફરમાન તથા તેમના વિધિઓ તથા તેમના હુકમો તથા તેમની આજ્ઞાઓ સર્વદા પાળ.


અને હવે, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ માટે કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો.


અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતાં કહી સંભળાવું છું તે સાંભળો કે તમે તે શીખો તથા તે પાળીને તેમનો અમલ કરો.


અને યહોવા આપણા ઈશ્વરે આપણને ફરમાવ્યું છે તે પ્રમાણે જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેમની પ્રત્યે કાળજીથી પાળીએ, તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.


જો તમે જાણો છો કે તે ન્યાયી છે, તો એ પણ જાણજો કે, જે કોઈ ન્યાયીપણું કરે છે તે દરેક તેમનાથી જનમ્યો છે.


બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે;


Lean sinn:

Sanasan


Sanasan