Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે, ને જે ધિક્કારપાત્ર કૃત્યો પુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે, તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઇ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે જે જે અપરાધ તથા પાપ કર્યા, તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને વિશ્વાસઘાત કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “તેમ છતાં જો કોઇ ન્યાયી માણસ પાપી જીવન તરફ પાછો ફરે અને બીજા પાપીઓની જેમ વતેર્ તો શું તે જીવતો રહેશે? ના સાચે જ તે જીવશે નહિ. તેણે કરેલા ભૂતકાળના સર્વ ભલાઇના કાર્યો સંભારવામાં આવશે નહિ. અને તે પોતાના પાપોને કારણે મૃત્યુ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:24
42 Iomraidhean Croise  

યોઆશે યહોયાદા યાજકની હયાતીમાં યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મૂએલાઓની સભામાં આવી પડશે.


પણ હવે તમે ફરી ગયા, ને મારા નામનું અપમાન કર્યું, ને જેઓને તેમની મરજી પ્રમાણે તમે છોડી દીધાં હતાં તેઓને, એટલે તમારાં દાસ તથા દાસીને, તમે દરેકે પાછાં બોલાવી લીધાં છે; અને તમારાં દાસો તથા દાસીઓ થવા માટે તેમને કબજામાં રાખ્યાં છે.”


હું મારી જાળ તેના પર પાથરીશ, તે મારા છટકામાં સપડાશે, ને હું તેને બાબિલમાં લાવીને તેણે મારો જે અપરાધ કર્યો છે તેને લીધે હું ત્યાં તેની સાથે વિવાદ કરીશ.


તેના પિતાએ પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરદસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો, ને પોતાના લોકોમાં જે સારું નહિ ગણાય તે કર્યું, તેને લીધે, જો, તેની પોતાની જ દુષ્ટતાને લીધે તે માર્યો જશે.


તેણે કરેલા અપરાધોમાંનો કોઈ પણ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહિ. પોતે કરેલી પોતાની નેકીને લીધે તે જીવશે.


જો નેક માણસ પોતાની નેકીમાંથી ખસી જાય ને પાપ કરે, ને તેને લીધે તે માર્યો જાય; તો તેણે પોતે કરેલા પાપને લીધે તે માર્યો જશે.


એ માટે, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, વળી તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે.


નેક માણસ પોતાની નેકીથી ફરીને પાપ કરે, તો તેને લીધે જ તે માર્યો જશે.


પણ જો ચોકીદાર તરવારને આવતી જોઈને રણશિંગડું વગાડે નહિ, ને લોકોને ચેતવણી ન મળે, ને તરવાર આવીને તેઓમાંના કોઈ માણસનો સંહાર કરે, તો તે તો પોતાની દુષ્ટતાને લીધે સંહાર પામ્યો છે, પરંતું તેના રક્તનો બદલો હું ચોકીદાર પાસેથી લઈશ.


તથા યહોવાનું અનુસરણ ન કરતાં તેમનાથી વિમુખ થયેલાઓને, અને જેઓએ યહોવાની શોધ કરી નથી કે, તેમની સલાહ પૂછી નથી તેઓને [હું નષ્ટ કરીશ].”


અને મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે.


તેથી તેમણે તેઓને ફરીથી કહ્યું, “હું જવાનો છું, અને તમે મને શોધશો, અને તમે તમારાં પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.”


એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”


શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો?


શું તમે એટલાં બધાં સંકટ વૃથા સહ્યાં? જો કદાચ વૃથા હોય તો.


તમે સારી રીતે દોડતા હતા; છતાં સત્યને માનતાં તમને કોણે રોકયા?


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.


હું વહેલો આવું છું. તારે જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


Lean sinn:

Sanasan


Sanasan