Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પ્રભુ યહોવા કહે છે, શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં [હુ વિશેષ રાજી] ન થાઉં?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “કોઇ દુષ્ટ માણસના મૃત્યુથી મને કઇં થોડો આનંદ આવે? મને તો ઉલટું એ જ ગમે કે તે દુષ્ટતાનો માર્ગ છોડી દે અને જીવે.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:23
18 Iomraidhean Croise  

આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.


સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે; તે ઇનસાફને ઊંધો વાળશે નહિ.


જેઓ તેમનાથી બીએ છે, અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે.


શું એફ્રાઈમ મારો લાડકો દીકરો નથી? શું તે પ્રિય પુત્ર નથી? કેમ કે જ્યારે જ્યારે હું તેની વિરુદ્ધ બોલું છું ત્યારે ત્યારે તે મને ખરેખર યાદ આવે છે. તેથી તેને માટે મારી આંતરડી કકળે છે! હું ખચીત તેના પર દયા કરીશ, ” એવું યહોવા કહે છે.


કેમ કે તે રાજીખુશીથી દુ:ખ દેતા નથી, ને માણસોને ખિન્‍ન કરતા નથી.


પ્રભુ યહોવા કહે છે કે, મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી; એ માટે ફરો, ને જીવતા રહો,


તેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે; અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હે ઇઝરાયલના લોકો, તમે શા માટે મરવા ચાહો છો?


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”


તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”


સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan