Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેણે કરેલા અપરાધોમાંનો કોઈ પણ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહિ. પોતે કરેલી પોતાની નેકીને લીધે તે જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેણે કરેલાં પાપોમાંથી કોઇ પાપ તેને અપરાધી ઠરાવવા યાદ કરવામાં આવશે નહિ; પણ પોતાની નેકીને કારણે એ જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેણે કરેલાં સર્વ ઉલ્લંઘનો ફરી યાદ કરવામાં આવશે નહિ. તે તેનાં કરેલા ન્યાયીપણાને લીધે જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેણે કરેલા કોઇ પાપો સંભારવામાં આવશે નહિ, એ એનાં પુણ્યકર્મોને કારણે જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:22
22 Iomraidhean Croise  

તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


તો આકાશમાંથી તે સાંભળીને [તે પ્રમાણે] કરજો. ને દુષ્ટનાં કર્મો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો; અને નેક માણસને ન્યાયી ઠરાવીને તેની નેકી પ્રમાણે તેને ફળ આપજો.


પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન આપણાંથી દૂર કર્યાં છે.


વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.


મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.


હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.


પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે, ને જે ધિક્કારપાત્ર કૃત્યો પુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે, તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઇ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે જે જે અપરાધ તથા પાપ કર્યા, તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે.


તેણે કરેલા પાપોનું કોઈ પણ પાપ તની વિરુદ્ધ સંભારવામાં આવશે નહિ. તે નીતિથી ને પ્રામાણિકપણે વર્ત્યો છે; તે નક્કી જીવતો રહેશે.


તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણાં પાપોને પગ નીચે ખૂંદશે; અને તમે તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશો.


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ. અને તેઓનાં પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહિ, ”


બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે;


Lean sinn:

Sanasan


Sanasan