Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ જો દુષ્ટ પોતે કરેલાં સર્વ પાપ કરવાનું છોડી દેશે, મારા સર્વ વિધિઓ પાળશે, ને નીતિથી તથા પ્રામાણિકપણે વર્તશે, તો તે નક્કી જીવશે, તે માર્યો જશે નહિ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પણ કોઈ દુષ્ટ માણસ પોતાનાં પાપનો ત્યાગ કરે અને મારા સર્વ નિયમો પાળે અને ન્યાયનીતિ અને સચ્ચાઇથી વર્તે તો તે મરશે નહિ; તે જીવતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “પરંતુ જો કોઇ દુર્જન પાપનો માર્ગ છોડી દે અને મારા બધા નિયમોનું પાલન કરે અને ન્યાય અને નીતિમત્તાને માર્ગે ચાલે તો તે જરૂર જીવશે, તે મરશે નહિ;

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:21
33 Iomraidhean Croise  

કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માની, ને મારું ફરમાન, તથા મારી આ ઓ, તથા મારા વિધિ, તથા મારા નિયમ પાળ્યાં.”


સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.


તમારા વિધિઓ છેવટ સુધી સદા પાળવાને મેં મારા હ્રદયને વાળ્યું છે. સામેખ


મારું હ્રદય તમારા વિધિઓ વિષે પૂર્ણ થાય કે, મારે લજવાવું ન પડે. કાફ


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.


કદાચ તેઓ સાંભળે, ને દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરે; અને તેઓના દુષ્કર્મોને લીધે તેઓને જે દુ:ખ દેવાનો વિચાર હું કરું છું તે વિષે હું પસ્તાઉં.”


કેમ કે જે નેક માણસોને મેં દિલગીર નથી કર્યા તેઓનાં મન તમે જૂઠાણાંથી દુભાવ્યાં છે; અને દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણથી ન ફરે ને તમનો બચાવ ન થાય તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.


જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય, ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય; તો તે પોતાના પિતાની પુષ્ટતાને લીધે માર્યો જશે નહિ, તે નક્કી જીવતો રહેશે.


તે છતાં તમે કહો છો કે, પિતાની દુષ્ટતા નું ફળ દીકરો કેમ ભોગવતો નથી? જો દીકરાએ નીતિથી તથા પ્રામાણિકપણે કામ કર્યુ હશે, ને મારા સર્વ વિધિઓ પાળીને તેમને અમલમાં લાવ્યો હશે, તો તે નક્કી જીવશે.


એ માટે, હે ઇઝરાયલ લોકો, પ્રભુ યહોવા કહે છે કે, હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. તમે પાછા આવો, ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ; એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ.


પણ જો કોઈ માણસ નેક હશે, ને નીતિથી તથા પ્રામાણિકપણે ચાલશે,


મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાળીને પ્રામાણિકપણે વર્ત્યો હશે; તો તે નેક છે, તે નિશ્ચે જીવશે, એમ પ્રભુ યહોવા કહે છે.


તથાપિ, જો તું નેક માણસને તે પાપ ન કરે, તો તે નક્કી જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી, તને તેં તારા આત્માને બચાવ્યો છે.”


વળી દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી ફરીને નીતિથી ને પ્રામાણિકપણે વર્તેમ તો તે તેને લીધે જીવતો રહેશે.


હું મારો આત્મા તમારામાં મૂકીશ, ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.


મારા ભાઈઓ, જો કોઈ કહે “મને વિશ્વાસ છે.” પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે?


કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.


Lean sinn:

Sanasan


Sanasan