Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય, ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય; તો તે પોતાના પિતાની પુષ્ટતાને લીધે માર્યો જશે નહિ, તે નક્કી જીવતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ગરીબને સતાવતો ન હોય, વ્યાજે નાણાં ધીરતો ન હોય કે વટાવ ખાતો ન હોય, પણ મારી આજ્ઞાઓ અનુસાર વર્તતો હોય અને મારા નિયમો પાળતો હોય, તો એના પિતાના પાપોને લીધે તે માર્યો જશે નહિ; પણ તે નક્કી જીવતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય અને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા હોય, તો તે તેના પિતાનાં પાપોને લીધે માર્યો જશે નહિ. તે નિશ્ચે જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 દુરાચારથી દૂર રહે છે, વ્યાજખોરી કરતો નથી, મારી આજ્ઞાઓ અનુસાર ચાલે છે અને મારા નિયમો પાળે છે; તો એને એના પિતાના પાપો માટે મરવું નહિ પડે; એ જરૂર જીવશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:17
28 Iomraidhean Croise  

હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો.


સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.


તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.


ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે.


જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું તખ્ત સદાને માટે સ્થિર રહેશે.


નેક માણસ ગરીબના દાવા પર ધ્યાન આપે છે; દુષ્ટ માણસ [તે] જાણવાની દરકાર પણ કરતો નથી


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


તેણે ગરીબ અને લાચારને ઇનસાફ આપ્યો; તે સમયે તેને સુખ હતું. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એવું યહોવા કહે ચે.


વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.


તેના પિતાએ પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરદસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો, ને પોતાના લોકોમાં જે સારું નહિ ગણાય તે કર્યું, તેને લીધે, જો, તેની પોતાની જ દુષ્ટતાને લીધે તે માર્યો જશે.


એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.


મેં અરણ્યમાં તેઓના છોકરાંને કહ્યું, તમે તમારા પિતાઓના વિધિઓ પ્રમાણે ન ચાલો, ને તેમની આજ્ઞાઓ ન પાળો, તેમ જ તેઓની મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ ન કરો.


એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે તમારા પૂર્વજોની જેમ પોતાને ભ્રષ્ટ કરો છો શું? અને વંઠેલ થઈ જઈને તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુકરણ કરો છો શું?


તથાપિ, જો તું નેક માણસને તે પાપ ન કરે, તો તે નક્કી જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી, તને તેં તારા આત્માને બચાવ્યો છે.”


જ્યારે હું નેક માણસને કહું કે, તું નક્કી જીવતો રહેશે, ત્યારે જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે, તો તેની નેકીના કામોમાંના એકેનું સ્મરણ કરવામાં આવશે નહિ; પણ જે પાપ તેણે કર્યું હશે તેને લીધે જ તે માર્યો જશે.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો, ને એ અમંગળ કર્મોમાંનું કોઈ પણ ન કરો; આ દેશમાંનોએ નહિ તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહિ;


એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો, એ માટે કે તમારી પહેલાં જે અમંગળ રિવાજો પળાતા હતા, તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો, ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.


મારા હુકમો અમલમાં લાવો, ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.


તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છો, ને તે પાળ્યા નથી. મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો‍ ફરી, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “પણ તમે પૂછો છો કે, શી બાબતમાં અમે પાછા ફરીએ?


જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”


એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.


Lean sinn:

Sanasan


Sanasan