Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પ્રભુ યહોવા કહે છે, “વળિ હું એરેજવૃક્ષની ટોચેથી [ડાળી] લઈને તેને રોપીશ. હું તેની સૌથી ઊંચી કુમળી કૂંપણોમાંથી એક કાપી લઈને તેને ઉંચા તથા પ્રસિદ્ધ પર્વત પર રોપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું આ ઊંચા ગંધતરુની ટોચની ડાળી પરથી એક કુમળી કૂંપળ તોડી લઇશ અને તેને એક ઊંચા અને ઉન્‍નત પર્વત પર રોપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું દેવદાર વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હવે હું પણ એરેજ વૃક્ષની ટોચ પરની કુમળી ડાળી લઇને તેને ઇસ્રાએલમાં ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:22
19 Iomraidhean Croise  

પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.


દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.


જે [દ્રાક્ષાવેલો] તમે તમારે જમણે હાથે રોપ્યો છે, અને જે પુત્રને તમે તમારે માટે બળવાન કર્યો છે, તેનું રક્ષણ કરો.


તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.


તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.


કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ માણસો દેશમાં મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના ઊંચા પર્વત પર, મારી સેવા કરશે. ત્યાં હું તેમને સ્વીકારીશ, ને ત્યાં હું તમારા દાનો તથા તમારાં અર્પણોનાં પ્રથમફળ તમારી સર્વ અર્પિત વસ્તુઓ સહિત માગીશ.


હું તેમને રોપીને એવી રીતે ફળદ્રુપ કરીશ કે તેઓ પ્રખ્યાત થશે, ને ફરીથી કદી પણ દેશમાં દુકાળ પડવાથી તેમનો ક્ષય થશે નહિ, તેમ ફરીથી કદી પણ તેઓને વિદેશીઓથી લજ્જિત થવું પડશે નહિ.


હું તેમને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વતો પર, એક પ્રજા કરીશ, તે સર્વનો એક રાજા થશે; અને ત્યાર પછી તેઓ કદી બે પ્રજાઓ થશે નહિ, ને ફરીથી તેઓમાં કદી ફૂટ પડીને બે રાજ્યો બનશે નહિ.


ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો.


ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ.


પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને [બીજા] ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. આવશે.


હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan