Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે કરાર તોડીને તેણે સોગનને તુચ્છ ગણ્યા છે. અને જુઓ, કોલ આપ્યા છતાં તેણે આ સર્વ કામો કર્યા છે. તે બચવાનો જ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પોતે લીધેલા સમ તુચ્છ ગણીને કરારનું ઉલ્લંઘન કર્યું છે અને વચન આપ્યાં છતાં એ કર્યું છે, તેથી તે બચવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેણે પોતાની પ્રતિજ્ઞાનો અને કરારનો ભંગ કર્યો છે, જો કે તેણે આ બધું કર્યું છે એટલે તે છટકી શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:18
9 Iomraidhean Croise  

તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.


સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો, તેમ જ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો પણ સુલેમાન રાજાને આધીન થયા.


તમારા પિતૃઓની જેમ તમે હઠીલા ન થાઓ; પણ યહોવાને આધીન થાઓ, ને તેમનું પવિત્રસ્થાન જે તેમણે સદાને માટે પવિત્ર કર્યું છે, તેમાં પ્રવેશ કરીને તમારા ઈશ્વર યહોવાની સેવા કરો કે, જેથી તેમનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય.


હું [તને ભલામણ કરું છું] કે રાજાની આજ્ઞા પાળ, અને વળી ઈશ્વરના શપથને લક્ષમાં રાખીને તે પાળ.


અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશૂરીઓને તાબે થયા છીએ.


પણ તેને ઘોડા તથા ઘણા લોકો આપવામાં આવે ઞર મતલબથી તેણે પોતાના એલચીઓને મિસરમાં મોકલીને તેની વિરુદ્ધ બંડ કર્યું, શું તે ફતેહ પામશે? આવા કામો કરનાર શું બચી જશે? શુ તે કરાર તોડ્યા છતાં પણ બચી જશે?


પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબિલમાં, તેની સાથે તે મરણ પામશે.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, મારા જે સોગન તેણે તુચ્છ ગણ્યા છે, ને મારો કરાર તેણે તોડ્યો છે, તેથી હું નક્કી તેને તેનો બદલો આપીશ.


જેઓએ તેમની આગળ સોગન ખાધા છે તેઓની નજરમાં તે શકુન વ્યર્થ જેવા લાગશે; પણ તેઓને સપડાવવા માટે તે [તેમનો] અન્યાય સ્મરણમાં લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan