Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:59 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

59 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, તેં જે કર્યું છે, એટલે કે તેં કરાર તોડીને લીધેલા સોગનનો તિરસ્કાર કર્યો છે, તે પ્રમાણે હું તારી હાલત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

59 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તારી સાથે તારાં કૃત્યોને છાજે એવો વ્યવહાર રાખીશ. કારણ, તેં કરાર તોડયો છે અને તેં તારી પ્રતિજ્ઞાઓનો અનાદર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

59 પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

59 યહોવા મારા માલિક કહે છે, “તારા આચરણ પ્રમાણે જ હું તારી સાથે વર્તાવ કરીશ, કારણ કે તું તારી પ્રતિજ્ઞાઓ ભુલી ગઇ છે, અને તે કરારનો ભંગ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:59
19 Iomraidhean Croise  

વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


ત્યારે તેઓ જવાબ આપશે કે, ‘તેઓએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તજી દીધો, ને અન્ય દેવોની આરાધના તથા સેવા કરી, તે કારણ માટે.’


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


તેથી તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે ઇઝરાયલના લોકોનો જે માણસ પોતાના હ્રદયમાં પોતાની મૂર્તિ સંઘરી રાખે છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રબોધક પાસે આવે છે, તે દરેકને હું યહોવા તેની દુષ્ટતાના પ્રમાણમાં એટલે તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં, ઉત્તર આપીશ.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, મારા જે સોગન તેણે તુચ્છ ગણ્યા છે, ને મારો કરાર તેણે તોડ્યો છે, તેથી હું નક્કી તેને તેનો બદલો આપીશ.


હવે તારો અંત આવ્યો છે, હું મારો કોપ તારા પર રેડીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ, અને તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો હું બદલો વાળીશ.


મારી આંખ તને દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; પણ હું તારા આચરોણોનો બદલો લઈશ, ને તારા ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે? [તેમના] આ મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે?


ત્યારે લોકો કહેશે, ‘એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ત્યારે જે કરાર તેમણે તેઓની સાથે કર્યો હતો, તેનો તેઓએ ત્યાગ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan