Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 તેં તારી બહેનોના લાભમાં ન્યાય ચૂકવ્યો છે, તેથી પણ તું લજ્જિત થા. તેં તેઓના કરતાં અધિક ધિક્કારપાત્ર કુકર્મો કર્યા છે, તેથી તેઓ [પ્રમાણમાં] તારા કરતાં ન્યાય ઠરી છે. હા, તેં તારી બહેનોને પ્રમાણમાં નિર્દોષ ઠરાવી છે, તેથી તું પણ ઝંખવાઈ જા ને તારી ફજેતી વહોરી લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

52 તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

52 હવે તારે તારાં કૃત્યો માટે શરમાવુ જોઇએ. તારાં પાપ તારી બહેનોના પાપ કરતાં એટલા તો વધારે છે કે તેઓ તારી તુલનામાં નિર્દોષ લાગે છે. તું તારી બહેનોને પણ નિર્દોષ કહેવડાવે એવી છે એટલે જરૂર તારે લજ્જિત થઇને ફજેતી વહોરીને ચાલવું પડશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:52
27 Iomraidhean Croise  

અને યહૂદાએ તે [મારાં પોતાનાં છે એમ] કબૂલ કરીને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે; કારણકે મેં તેને મારા દિકરા શેલાને ન આપી.” અને તેણે તેને ફરીથી ન જાણી.


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


અને જે કદી વીસરી જવાશે નહિ, એવી નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”


વળી યહોવાએ મને કહ્યું, “વિશ્વાસઘાતી યહૂદિયા કરતાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે.


ખરેખર મારા ફેરવાયા પછી મેં પશ્ચાત્તાપ કર્યો, અને બોધ પામ્યા પછી મેં જાંઘ પર થબડાકો મારી; મેં મારી તુણાવસ્થાનાં [પાપને લીધે] અપમાન સહ્યું, તેથી હું લજ્જિત તથા વ્યાકુળ થયો.’


અમે નિંદા સાંભળી છે, તેથી અમે લજ્જિત થયા છીએ. યહોવાના મંદિરનાં પવિત્રસ્થાનોમાં પરદેશીઓ આવ્યા છે, તેથી અમારાં મુખ લાજથી છવાઈ ગયાં છે.


તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.


પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, જેવું તેં એટલે તેં તથા તારી દીકરીઓએ, કર્યું છે તેવું તારી બહેન સદોમે, પોતે તેમ જ તેની દીકરીઓએ, કર્યું નથી.


હું તેઓની ગુલામી, એટલે સદોમ તથા તેની પુત્રીઓની ગુલામી, ને સમરૂન તથા તેની પુત્રીઓની ગુલામી, ને તેઓમાં તારા ગુલામોની ગુલામી ફેરવી નાખીશ,


એ માટે કે તું ફજેત થાય, ને તેં જે જે કર્યું છે ને જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે, તે સર્વને લીધે તું લજ્જિત થાય.


તારા ગર્વના સમયમાં તારી બહેન સદોમનું નામ તેં તારા મુખથી લીધું નથી.


તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.


ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો બધો જનસમૂહ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, અને કબરમાં ઊતરી જનારાઓની સાતે લજ્જિત થયા છે.


અને હું તને ફરીથી કદી વિદેશીઓની નિંદા સાંભળવા દઈશ નહિ, ને તું ફરીથી કદી લોકોનાં મહેણાં સાંભળશે નહિ, ને ફરીથી કદી તું તારી પ્રજાને ઠોકર ખવડાવશે નહિ, એમ પ્રભુ યહોવા કહે છે.”


તેઓ પોતાની લજ્જા તથા મારી વિરુદ્ધ પોતે કરેલા સર્વ અપરાધ [ની શિક્ષા] ભોગવશે, ત્યાર પછી તેઓ પોતાના દેશમાં નિર્ભયતાથી વસશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.


મારા પ્રત્યે યાજકપદ બજાવવા તથા મારી કોઈ પણ પવિત્ર વસ્તુની પાસે, પરમપવિત્રવસ્તુઓની પાસે આવવા તેઓ મારી હજૂરમાં ન આવે. પણ તેઓ પોતાની લજ્જા તથા પોતાના ધિક્કારપત્ર કૃત્યોનું ફળ ભોગવે.


વળી યારેબ રાજાને માટે બક્ષિસ તરીકે વાછરડાને આશૂરમાં લઈ જવામાં આવશે; એફ્રાઈમ લજ્જા પામશે, ને ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.


કોઈનો ઇનસાફ ન કરો, એટલે તમારો ઇનસાફ કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે. છોડો ને તમને છોડવામાં આવશે.


આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.


પણ સત્કર્મ કરનારા દરેકને મહિમા, માન તથા શાંતિ પ્રાપ્ત થશે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


તો જે કામોથી તમે હમણાં શરમાઓ છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે [કામો] નું પરિણામ મરણ છે.


પછી તેણે દાઉદને કહ્યું, “તું મારા કરતાં વધારે ન્યાયી છે, પણ મેં તને બૂરો બદલો આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan