Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

47 તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 તેમને પગલે ચાલી તેમનાં જેવા અધમ કૃત્યો કરી તું તૃપ્ત થઇ નથી; થોડી જ વારમાં તું તેમના કરતાં પણ વધારે ખરાબ રીતે વર્તવા લાગી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:47
12 Iomraidhean Croise  

અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


પરંતુ તેઓએ એ ગણકાર્યું નહિ. યહોવાએ જે પ્રજાઓનો ઇઝરાયલની આગળ નાશ કર્યો હતો, તેઓના કરતાં મનાશ્શાએ વધારે ભૂંડા કામ તેઓની પાસે કરાવ્યાં.


વળી તેણે તે બધાં કામ કર્યા પછી, મેં ધાર્યું કે, તે મારી તરફ ફરશે; પણ તે પાછી ફરી નહિ; અને તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાએ તે જોયું.


મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.


પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, જેવું તેં એટલે તેં તથા તારી દીકરીઓએ, કર્યું છે તેવું તારી બહેન સદોમે, પોતે તેમ જ તેની દીકરીઓએ, કર્યું નથી.


સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં [તારા પ્રમાણમાં] તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.


તેં તારી બહેનોના લાભમાં ન્યાય ચૂકવ્યો છે, તેથી પણ તું લજ્જિત થા. તેં તેઓના કરતાં અધિક ધિક્કારપાત્ર કુકર્મો કર્યા છે, તેથી તેઓ [પ્રમાણમાં] તારા કરતાં ન્યાય ઠરી છે. હા, તેં તારી બહેનોને પ્રમાણમાં નિર્દોષ ઠરાવી છે, તેથી તું પણ ઝંખવાઈ જા ને તારી ફજેતી વહોરી લે.


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર કૃત્યો યહૂદિયાના માણસો અહીં કરે છે તે તેમની નજરમાં નજીવાં લાગે છે? તેઓએ જોરજુલમથી દેશને ભરપૂર કર્યો છે, ને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ‍ ચઢાવ્યો છે. વળી, જો, તેઓ પોતાને નાકે ડાળી અડકાડે છે.


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


Lean sinn:

Sanasan


Sanasan